ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit cream salad recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#GA 4
#week5
#salad
ફ્રૂટ ક્રીમ સલાડ બાળકોને ખૂબ જ પસંદ પડે અને ખાવામાં મજા પડે તેવું સલાડ છે. અહીં મેં અમૂલ નું ફ્રેશ ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક નો ઉપયોગ કરીને હેલ્ધી સલાડ બનાવવ્યું છે. તેમાં ફ્રુટ્સ અને ડ્રાયફ્રૂટસ એડ કરીને સલાડ ને હેલ્ધી બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપઅમુલ ફ્રેશ ક્રીમ
  2. 3 ચમચીકન્ડેન્સ્ડ મિલ્ક
  3. 1/2 કપસફરજન બારીક સમારેલા
  4. 1/2 કપપાઈનેપલ બારીક સમારેલા
  5. 1/2દાડમના દાણા
  6. 2 ચમચીકેસરવાળું દૂધ
  7. 1 ચમચીબદામની કતરણ
  8. 1 ચમચીપીસ્તા ની કતરણ
  9. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  10. ગાર્નિશ માટે :
  11. બદામ પિસ્તાની કતરણ
  12. દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધમાં કેસર પલાળી રાખો. એક તપેલી માં ફ્રેશ ક્રીમ લો. તેને બીટ કરો પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરો પછી ફરીથી તેને બીટ કરો.

  2. 2

    પછી તેમાં બદામ, પિસ્તાની કતરણ એડ કરો. હવે તેમાં સમારેલા સફરજન,દાડમ અને પાઈનેપલ એડ કરો. તમે તમારા મનપસંદ ફ્રૂટ એડ કરી શકો છો.

  3. 3

    પછી તેમાં કેસરવાળું દૂધ અને ઇલાયચી પાઉડર એડ કરીને બરાબર મિક્સ કરીને બરાબર હલાવી લો.

  4. 4

    ફ્રૂટ ક્રીમ સલાડ રેડી છે. તેને સર્વીંગ બાઉલમાં કાઢીને બદામ, પિસ્તા અને દાડમ થી ગાર્નીશ કરો. ઠંડુ ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes