વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#CDY
#cookpadgujarati
#cookpadindia
તાજા ક્રીમ અને દૂધ,ખાંડ વડે બનતો આ વેનીલા આઇસક્રીમ એટલો મજેદાર તૈયાર થાય છે કે આવા સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારેય માણી નહીં હોય. આ આઇસક્રીમ એટલો સરસ બને છે કે બજારમાં મળતા તૈયાર આઇસક્રીમની સરખામણીમાં વધુ સારો છે એવું તમે ચોક્કસ કહેશો.અને સાથે ઉપરથી ડાર્ક ચોકલેટ સિરપ,વેફર બિસ્કીટનો સ્વાદ જ એવો હોય છે કે જે લાંબો સમય યાદ રહે અને તેમાં મેળવેલું વેનીલાનું એસેન્સ તેને એટલો સ્વાદિષ્ટ બનાવે છે કે તમારી ડીશ ક્યારે ખાલી થઇ ગઇ તેનો તમને ખ્યાલ પણ નહીં રહે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર વ્યક્તિ
  1. ૨ કપફૂલ ફેટ દૂધ
  2. ૨ કપફ્રેશ ક્રિમ
  3. સ્વાદ મુજબ ખાંડ
  4. 2 ચમચીકોર્ન ફ્લોર
  5. 2 ચમચીવેનિલા એસેન્સ
  6. ગાર્નીશિંગ માટે ચોકલેટ સ્પરિન્કલ
  7. હર્ષિ ચોકલેટ સિરપ
  8. ટુટી ફ્રૂટી અથવા ચેરી
  9. વેફર બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધ માંથી એક વાટકી દૂધ અલગ રાખી તેમાં કોર્નફ્લોર ને ઓગાળી બાજુ પર રાખો બાકીના દૂધમાં ખાંડ ઉમેરી હૂંફાળું ગરમ કરી લો એક ઉભરો આવે એટલે અલગ રાખેલું દૂધ ઉમેરી આઠ મિનિટ માટે ઉકાળો અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.

  2. 2
  3. 3

    હવે મિક્સરની જારમાં ઠંડુ કરેલું દૂધ વેનિલા એસેન્સ અને ક્રીમ ઉમેરી ફુલ સ્પીડ પર ચર્ન કરો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ઉપર સિલ્વર ફોઈલ થી સીલ કરી બરાબર બંધ કરો અને દસથી બાર કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકો.

  4. 4

    તો તૈયાર છે એકદમ ક્રિમી અને ટેસ્ટી વેનીલા આઈસ્ક્રીમ જેને તમે સુંદર મજાની ચોકલેટથી સર્વ કરી શકો છો અથવા થીક શેકમાં પણ વાપરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes