સેવૈયા (સેવની ખીર)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.
#RB9

સેવૈયા (સેવની ખીર)

5 કમેન્ટ્સ કરેલ છે

સેવની ખીર બનાવવી ખૂબ સરળ છે. મહેમાન આવવાના હોય અને ઘરમાં સ્વીટ ના હોય ત્યારે આ સ્વીટ જલ્દીથી બની જાય છે અને સારી પણ લાગે છે. કઈંક ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પણ આ સ્વીટ ફટાફટ બનાવી શકાય છે.આ સેવ બજારમાં આસાનીથી મળી રહે છે. આ સેવને વમિઁસિલી સેવ કહે છે.
#RB9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8-10 મિનીટ
2-3 વ્યક્તિ
  1. 1/2 કપ સેવ (વમિઁસિલી સેવ)
  2. 1 ચમચીજેટલું દેશી ઘી
  3. 2+1/2 કપ જેટલું દૂધ
  4. 1/4 કપ ખાંડ
  5. 2 ચમચીજેટલો ડ્રાયફ્રુટ નો અધકચરો ભૂકો (કાજુ, બદામ, પિસ્તાનો)
  6. 7-8 નંગસૂકી દ્રાક્ષ
  7. 1/4 ચમચી જેટલો ઈલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

8-10 મિનીટ
  1. 1

    એક પહોળી કઢાઈમાં ઘી ગરમ કરો પછી એમાં સેવ નાંખી ધીમે તાપે આછાં ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. પછી એમાં ડ્રાયફ્રુટનો ભૂકો ઉમેરો. એને પણ સહેજ વાર માટે શેકો.

  2. 2

    હવે એમાં દૂધ ઉમેરો. દૂધ થોડું ગરમ થાય તેમજ સેવ થોડી નરમ થાય પછી જ એમાં ખાંડ નાંખો.તેને સતત હલાવતા રહો. આ દૂધ બરાબર ઉકળે પછી એમાં સૂકી દ્દાક્ષ તથા ઈલાયચી પાઉડર તરત નાંખી ગૅસ બંધ કરી દો.

  3. 3

    આ ખીર ઠંડી તથા ગરમ બંને સારી લાગે છે. ઠંડી ખાવી હોય તો ફ્રિજમાં ઠંડી કરી પછી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes