રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. પૂરણ માટે
  2. ૧ કપચણાની દાળ
  3. ૧ કપસમારેલ ગોળ
  4. ૧ ટીસ્પૂનઘી
  5. ચપટીહળદર
  6. ૧/૨ ટીસ્પૂનઈલાયચી પાઉડર
  7. ૧/૨ ટીસ્પૂનખસખસ
  8. ૧/૨ ટીસ્પૂનજાયફળ પાઉડર
  9. પૂરણપોળી માટે લોટ
  10. ૧/૨ કપમેંદો
  11. ૧/૨ કપઘઉંનો લોટ
  12. ચપટીહળદર
  13. ૨ ટેબલસ્પૂનતેલ
  14. પૂરણપોળી શેકવા ઘી, આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને ધોઈ અને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખવી. બે કલાક બાદ ચણાની દાળમાંથી પાણી નિતારી લેવું.ત્યારબાદ કુકરમાં ૨ કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળે એટલે તેમાં ચણાની દાળ એડ કરો. હવે તેમાં ચપટી હળદર અને ૧ ટી.સ્પૂન ઘી ઉમેરો.

  2. 2

    કુકર બંધ કરી અને ત્રણ સીટી વગાડવી. હવે દાળમાં રહેલા પાણી ને કાઢી લેવું અને તે પાણી એક વાટકીમાં સાચવી રાખવું. હવે એક નોનસ્ટિક પેનમાં બાફેલી દાળ કાઢી લો. પાંચ મિનિટ સુધી ધીમા તાપે હલાવતા રહો અને ત્યારબાદ તેમાં ગોળ એડ કરો.

  3. 3

    હવે ફરીથી ધીમા તાપે હલાવતા રહેવું. આ મિશ્રણ પેન છોડવા લાગે ત્યારે તેમાં ઘી નાખી અને મિક્સ કરવું. હવે તેમાંથી સહેજ પુરણ હાથમાં લઇ અને તેને હથેળીમાં ગોળ ફેરવી જુઓ જો સરસ ગોળી વડી જાય તો આપણું પુરણ તૈયાર છે.

  4. 4

    હવે આ પૂરણને એક પ્લેટમાં કાઢી ઠંડું પડવા દો. તેની ઉપર ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને ખસખસ છાંટી દો. ત્યારબાદ બધું જ મિક્સ કરી અને તેના ગોળા વાળી લો. હવે મેંદામાં ચપટી હળદર, તેલ નાખી અને જે પાણી દાળ ચડતા વધ્યું છે તેનાથી પરોઠા જેવો લોટ બાંધી લો. એકદમ સ્મૂધ કરી અને તેના પણ ગોળા વાળી લો.

  5. 5

    હવે એક લુવો લઈ અને તેને હથેળીની મદદથી કોડિયા જેવો આકાર આપો. તેમાં પૂરણ ભરો અને તેને બંધ કરો. હવે તેમાંથી અટામણ ની મદદથી પુરણ પૂરી વણો. ગેસ ઉપર નોનસ્ટીક પેન મૂકો. તેમાં ઘી લગાવી અને પુરણપુરી મૂકો. ગેસ ધીમો રાખો બંને સાઇડે ઘી લગાવી અને ગોલ્ડન કલરની પુરણ પૂરી બનાવી લો.સર્વ કરતી વખતે ઉપર ઘી લગાડવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes