પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#AM4
પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે.

પૂરણપોળી ઇન માઇક્રોવેવ (Puran Poli In Microwave Recipe In Gujarati)

#AM4
પૂરણપોળી નું પુરણ હું માઈક્રોવેવ માં બનાવું છે જે જલ્દી બની જાય છે છાંટા પણ નથી ઉડતા અને બહુ હલાવ્યા પણ નથી કરવું પડતું. એટલે એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.અમારા ઘર માં પુરણપોળી બનતી જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. પુરણ માટે
  2. ૨ કપબાફેલી તુવેર દાળ
  3. ૧ (૧/૨ કપ)ગોળ
  4. ૨ ટે.સ્પૂન ઘી
  5. ૧ ટે.સ્પૂન ચણા નો લોટ
  6. ૧ ટી.સ્પૂન ઈલાયચી પાઉડર
  7. ૧/૨ ટી.સ્પૂન જાયફળ પાઉડર
  8. ૧ ટી.સ્પૂન ખસખસ
  9. લોટ માટે
  10. ૨ કપઘઉં નો લોટ
  11. ૧ ટી.સ્પૂન તેલ
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને કુકર માં ૫-૬ સીટી વગાડી બાફી લો.એક માઈક્રોવેવ પ્રુફ બાઉલ માં ઘી લઈ માઈક્રોવેવ માં ગરમ કરો તેમાં ચણા નો લોટ ઉમેરી ૧ મિનિટ થવા દો લોટ નો કલર સહેજ બદલાય એવો શેકવો.બાફેલી દાળ માં ગોળ મીક્સ કરી બરાબર હલાવી તેને શેકેલા ચણા ના લોટ વાળા બાઉલ માં ઉમેરી હલાવી ને માઈક્રોવેવ માં ૧૩ મિનિટ માટે હાઈ પાવર પર મૂકવું.

  2. 2
  3. 3

    વચ્ચે વચ્ચે ૨ મિનિટ પછી હલાવતા રહેવું.૧૩ મિનિટ પછી પણ જો પુરણ ઢીલું લાગે તો બીજી ૨-૩ મિનિટ માટે મૂકવું.પુરણ ઘટ્ટ થઈ જાય એટલે માઈક્રોવેવ માં થી બહાર કાઢી તેમાં ઈલાયચી પાઉડર,જાયફળ પાઉડર ઉમેરી હલાવી લેવું.બાઉલ માં કાઢી ઉપર ખસખસ ભભરાવી પુરણ ને ઠંડુ પડવા દેવું.

  4. 4
  5. 5

    એક બાઉલ માં ઘઉં નો લોટ તેલ ઉમેરી મીક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધી લો.થોડું તેલ લઈ મસળી ને લુઆ બનાવી લો.તેમાં થી નેની રોટલી વણી તેમાં ૨ ટે. સ્પૂન પુરણ વચ્ચે મૂકી બધી સાઈડ થઈ કવર કરી લુઓ બનાવી ફરી રોટલી બનાવી લો અને તવા પર બન્ને સાઈડ થી શેકી લો ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરવી.

  6. 6

    તૈયાર છે મીઠી મીઠી પુરણપોળી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes