મેક્રોની પાસ્તા ઈન રેડ સોસ

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ મેક્રોની પાસ્તા
  2. ૩ નંગમોટા ટામેટા
  3. ૨ નંગડુંગળી
  4. થી ૧૦ મોટી કળી લસણ
  5. ચીઝ ક્યૂબ
  6. થોડાક બ્લેક ઓલિવ
  7. ૨ ચમચીતેલ
  8. ૨ ચમચીકાશ્મીરી મરચા પાઉડર
  9. ૨ ચમચીકેચપ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં પાણી મૂકી તેમાં મીઠું નાખી ને પાસ્તા બાફી લેવા...પાસ્તા ને ૮૦% જેટલા બાફવા...ત્યાર બાદ પાસ્તા ને ચારણી માં નિતારી તેના પર ઠંડુ પાણી રેડી દેવું...ત્યાર બાદ ટામેટા ની પ્યુરી બનાવી લેવી અને લસણ તેમજ ડુંગળી ને ઝીણા સમારી લેવા....

  2. 2

    ત્યાર બાદ એક પેન માં તેલ મૂકી તેમાં લસણ નાખી તે થોડું બ્રાઉન રંગનું થાય પછી ડુંગળી નાખવી અને કાશ્મીરી મરચા પાઉડર નાખી ૫ મિનિટ સતત હલાવ્યા બાદ તૈયાર કરેલ ટામેટા ની પ્યુરી નાખવી અને કેચપ નાખવો...૧૦ મિનિટ ઉકળવા દેવું...ત્યાર બાદ બાફેલા પાસ્તા નાખી હલાવવું....જરૂર મુજબ પાણી નાખી ૫ મિનિટ ઉકાળી ગરમ ગરમ પાસ્તા ઉપર ખમણેલું ચીઝ અને ઓલિવ નાખી સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes