પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

મસાલેદાર ટામેટાં અને ફ્રેશ ક્રીમ વાળી ગ્રેવીમાં રાંધેલા પ્રોટીનથી ભરપૂર અને નરમ એવા પનીર ક્યુબ્સ એકત્ર થઈને સ્વાદિષ્ટ પનીર લબાબદાર બનાવે છે.તેમાં ઉમેરવામાં આવતા વિવિધ મસાલાઓ અને માખણમાં પકાવેલા ડુંગળી ટામેટાં કાજુ તેના સ્વાદને અત્યાર સુધીની શ્રેષ્ઠ કરી રેસીપી માંની એક બનાવે છે.રૂટિનમાં આપણે પંજાબી સબ્જી સાથે રોટી પરોઠા કે બટર નાનો આનંદ માણીએ છીએ પણ આ રેસિપીનો વધુ સ્વાદિષ્ટ અનુભવ કરવા માટે તેને ઓનિયન લચ્છા પરોઠા કે આલુ પરોઠા અને સ્વીટ લસ્સી સાથે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે.
#ATW3
#TheChefStory
#PSR
#cookpadindia
#cookpadgujarati

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ત્રણ ચાર ચમચી બટર ગરમ મૂકી તેમાં જીરૂ તમાલપત્ર સુકુ લાલ મરચું તજ લવિંગ એલચો આદુ-મરચા-લસણ ડુંગળી ટામેટાં કાજુ મગજતરીના બી ઉમેરી નરમ પડે ત્યાં સુધી સાંતળો.હવે તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી ધીમા તાપે બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને રાખો અને પછીરૂમ ટેમ્પરેચર પર ઠારી લો.
- 2
હવે તૈયાર મિશ્રણને મિક્સર જારમાં લઈ થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લો અને ચારણી ની મદદથી ગાળી લો
- 3
હવે એ જ કડાઈમાં ફરીથી બટર અને તેલ મિક્સ ગરમ મૂકી તેમાં હિંગ નો વઘાર કરી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે ચડવા દો.હવે તેમાં હળદર મરચું ધાણાજીરું, કિચન કિંગ મસાલો કસૂરી મેથી ઉમેરી ફરીથી મિક્સ કરો અને ધીમા તાપે હલાવતા રહો
- 4
ગ્રેવી માંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં ફ્રેશ ક્રીમ મનગમતા શેપમાં કટ કરેલા પનીર ના ટુકડા ચપટી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ઢાંકીને ફરીથી પાંચથી સાત મિનિટ ચડવા દો.
- 5
તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગરમાગરમ પનીર લબાબદાર જેને આપ સર્વ કરી શકો છો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (22)