મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)

મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો.
મમરા મકાઈ પૌવા ચેવડો (Mamara Makai Poha Chevda Recipe In Gujarati)
મને દરરોજ સવારના બ્રેકફાસ્ટમાં મમરા તો જોઈએ જ ક્યારેક મમરા મકાઈના પૌવા અને શીંગદાણા વાળો ચેવડો અને ક્યારેક સિમ્પલ વઘારેલા મમરા જ . તો આજે મેં મમરા મકાઈ પૌવાનો ચેવડો બનાવ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરાને ચાળી સાફ કરી ને તપેલીમાં ધીમા તાપે પાંચ મિનિટ માટે શેકી લેવા. મમરા ને માઇક્રોવેવ માં પણ શેકી શકાય.
- 2
એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઈ સૂકા લાલ મરચા મૂકી હળદર નાખી મમરા વઘારી દેવા મમરા થોડાક ક્રિસ્પી થાય એટલે એક મોટા વાસણમાં કાઢી લેવા. મકાઈના પૌવા અને શીંગદાણા ને સાફ કરી તૈયાર કરી લેવા.
- 3
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં મકાઈના પૌવા તળી લેવા પૌવા તળાઈ જાય પછી શીંગદાણા તળી લીમડો પણ તળી લેવો તળીને વઘારેલા મમરા ની ઉપર નાખતા જવું એટલે વધારાનું તેલ મમરામાં મિક્સ થઈ જશે.
- 4
મીઠું અને ખાંડને મિક્સરમાં ક્રશ કરી લેવા વઘારેલા મમરા ની ઉપર મીઠું ખાંડ લાલ મરચું પાઉડર અને થોડો ચાટ મસાલા છાંટી ને રકાબીથી મિક્સ કરી લેવું.
- 5
સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરવા આ નાસ્તો છોકરાઓને સ્કૂલે બ્રેકમાં પણ આપી શકાય અને સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકાય.
- 6
તો તૈયાર છે.
મમરા મકાઈના પૌવા નો ચેવડો.
Similar Recipes
-
વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
વઘારેલા મમરા ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . અમારા ઘરમાં દરરોજ સવારના નાસ્તામાં બધાને ચા સાથે વઘારેલા મમરા તો જોઈએ જ સાથે ખાખરા , બિસ્કીટ , ટોસ્ટ પણ હોય . Sonal Modha -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha -
પૌવા નો ચેવડો
ચેવડો એ આપણા ગુજરાતીઓના ઘરમાં દરરોજ જોવા મળે છે અને ઘર ઘર પ્રમાણ દરેકની રીત અલગ હોય તો અહીં મેં પૌવા નો ચેવડો બનાવ્યો છે જે ખૂબ જ હોય#cookwellchef#ebook#RB10 Nidhi Jay Vinda -
વઘારેલા મમરા (Vagharela Mamara Recipe In Gujarati)
મને સવાર ના નાસ્તા માં દરરોજ વઘારેલા મમરા જોઈએ. નાની હતી ત્યારથી હજુ સુધી one of my favourite snacks છે. એકલા મમરા એમાં સેવ મકાઈ ના પૌંઆ શીંગ દાણા એવું કાંઈ ન ભાવે. Sonal Modha -
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha -
મમરા મકાઈ પૌંઆ નું ચવાણું (Mamara Makai Poha Chavanu Recipe In Gujarati)
#WEEK3#CB3#ચવાણુંમમરા મકાઈ પૌંઆ નું ચટપટું ચવાણું Manisha Sampat -
મકાઈ ના મમરા (Makai Mamara Recipe In Gujarati)
#MFFમમરા તો ૧૦૦ નહિ પણ ૧૦૦૦ ટકા ઘરે ઘર માં જોવા મળે જ. અને હવે તો મકાઈ, ઘઉં, સોયા વગેરે કેટલી જાત ના અલગ અલગ મમરા મળે છે જે ટેસ્ટ વાઈઝ અને હેલ્થ વાઈઝ બંને રીતે અને ખાસ બનાવાની રીતે પણ સારા પડે છે. મેં અહીં મકાઈ ના મમરા બનાવ્યા છે જે સાંજ ની નાની નાની ભૂખ ને સંતોષે છે. Bansi Thaker -
પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
#CT મેં આજે રંગીલા સિટી રાજકોટ નો ફેમસ એવો પૌવા નો ચેવડો બનાવ્યો છે. આ ચેવડો જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે. રાજકોટનો આ ચેવડો વર્લ્ડ વાઈડ ખૂબ જ પ્રખ્યાત છે. આ ચેવડો બનાવીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ ચેવડાનો ઉપયોગ ડ્રાય સ્નેક્સ તરીકે કરી શકાય છે. આ ચેવડો બાળકોને લંચબોક્સમાં આપવા માટે, કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પીરસવા માટે કે દિવાળી જેવા તહેવારોમાં ફરસાણ તરીકે પણ બનાવવામાં આવે છે. આ ચેવડો ઓછા સમયમાં અને ઓછી સામગ્રીમાં સરસ તૈયાર થઇ જાય છે. Asmita Rupani -
મકાઈ પૌવા નો ચેવડો (Makai Paua No Chevdo Recipe In Gujarati)
આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મારી નાની દીકરી ને ખૂબ જ ભાવે છે. થોડો તીખો, થોડો સ્વીટ અને એકદમ ક્રિષ્પી Shreya Jaimin Desai -
મકાઈ ના પૌવા અને મમરા નો ચેવડો (Makai Poha Mamara Chevda Recipe In Gujarati)
#CJM2#Cookpadindia Rekha Vora -
ચેવડો(chevdo recipe in gujarati)
#સાતમ ( સાતમ આવતા ની સાથે બધા ના ઘર માં તાવડા ચાલુ થઇ જાય છે તો આજે ફ્રેન્ડ્સ હું તમારા માટે મકાઈ ના પૌવા નો ચેવડો લાવી છું ) Dhara Raychura Vithlani -
-
ચૂર મમરા ચેવડો (Chur Mamara Chevda Recipe In Gujarati)
ચૂર મમરા ચેવડો એકદમ ક્રિસ્પી બને છે. અમારા બધાનો પ્રિય છે. Harsha Gohil -
-
મકાઈ નો ચેવડો (Corn Chevda Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
મકાઈનો ચેવડો (Makai Chevda Recipe in Gujarati)
#સુપરશેફ3લીલી મકાઈ નો ચેવડો લગભગ બધાયને ભાવતો હોય છે અને ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે, તે સાતમા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Vipul Sojitra -
કાચા કેળા નો ચેવડો (Raw Banana Chevdo Recipe In Gujarati)
#GA4#Week2#banana નાસ્તામાં આપણે કઈ અલગ અલગ વેરાઇટી જોઈએ તો ચેવડો મમરામાંથી બનાયે પૌવા માંથી બનાવીએ તો આજે મેં કાચા કેળા માંથી બનાવ્યો Nipa Shah -
-
નાયલોન પૌવા નો ચેવડો (Nylon Poha Chevdo Recipe In Gujarati)
#TC વન મિનિટ માઇક્રોવેવ ની તન્વી બેન ની રેસીપી માંથી જોઈ મે બનાવ્યો નાયલોન પૌવા નો ચેવડો મસ્ત બન્યો છે થેંક્યુ સો મચ તન્વી બેન Sonal Karia -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ આપણે ગુજરાતીઓ ને સાંજ પડે એટલે કંઈક ને કંઈક ખાવા જોઈએ ત્યારે જ ઘરના નાસ્તાના ડબ્બામાં વઘારેલા મમરા હોય જ.. બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે વઘારેલા મમરા હોય એટલે બીજું કશું જ જોઈતું નથી . માટે બધાના ઘરમાં જોવા મળતી આ રેસિપી એટલે વઘારેલા મમરા. Hetal Chauhan -
નાયલોન પૌવા ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)
#DTRઆજે આપણે નાયલોન પૌવા નો ક્રિસ્પી ચેવડો બનાવવાની રેસિપી જોઈશું.આ એકદમ ટેસ્ટી લાગે છે આ તમે બ્રેકફાસ્ટ માં ખાઈ શકો છો.અને ઘર માં દરેક ને પસંદ આવશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.જ્યારે તમને કઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ તમે ખાઈ શકો છો.આ તમે બપોર ના નાસ્તા માં પણ ખાઈ શકો છો.આ નાયલોન પૌવા નો ચેવડો તમે એર ટાઈટ બરણી માં ભરી શકો છો.જેથી લાંબા સમય સુધી આવો ને આવો જ રહેશે.જેથી ખાવા ની મજા આવશે આને તમે સ્નેક્સ માટે આ એક ઓપ્શન છે.તો જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો. Dr. Pushpa Dixit -
જાડા પૌવા નો ચેવડો
રેસીપી મારી મમ્મીની ફેવરિટ રેસીપી છે અને જનરલી બધા દિવાળીમાં બનાવતા હોય છે પણ ત્યારે હાજીખાની પૌવા નો જ બનાવે છે આ તેના વગર આપણે સામાન્ય જાડા પૌવા માંથી બનાવવામાં આવે છે અને એટલો જ સ્વાદિષ્ટ લાગે છે Meghana N. Shah -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
-
બટાકા નુ કોરુ શાક (Bataka Dry Shak Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : બટાકા નુ કોરુ શાકનાના છોકરાઓ ને લગભગ જમવામા બટાકા નુ શાક બહુ જ ભાવતુ હોય છે . એમ મને પણ દરરોજ બટાકા નુ શાક જોઈએ જ. તો આજે મે બટાકા નુ કોરુ શાક બનાવ્યુ. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (4)