આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172
શેર કરો

ઘટકો

30 મિનિટ
ચાર લોકો
  1. 3 કપઘઉંનો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. 3 ચમચીતેલ
  4. લોટ બાંધવા પાણી
  5. સ્ટફિંગ માટે
  6. 5-6બાફેલા બટાકા
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીધાણાજીરું પાઉડર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 1 ચમચીલસણની પેસ્ટ
  14. 1 ચમચીખાંડ
  15. 1 ચમચીલીંબુનો રસ
  16. આલુ પરોઠા શેકવા માટે તેલ
  17. સર્વિંગ માટેે ચા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બાફેલા આલુ ને હાથેથી મેશ કરી તેમાં સ્ટફિંગ માટેનું બધો જ મસાલો નાખી અને મિક્સ કરી દો.

  2. 2

    હવે લોટ ચાળી તેમાં તેલ અને મીઠું નાખી થોડું થોડું પાણી નાખી લોટ બાંધી લો.
    અને લોટના લુવા બનાવી લેવા અને સ્ટફિંગના પણ લુવા બનાવી લો.

  3. 3

    હવે એક નાની રોટલી વણી તેનામાં સ્ટફિંગ મૂકો. ફરી ગોલો બનાવી અટામણ લગાવી પરોઠું વણી લો.

  4. 4

    તવો ગરમ કરવા મૂકવો. ગરમ થાય એટલે પરોઠું મૂકી બંને બાજુ તેલ લગાવી પરોઠું શેકી લો.

  5. 5

    સર્વિંગ પ્લેટમાં કાઢી આલુપરોઠા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Parmar
Amita Parmar @cook172
પર

Similar Recipes