આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે.

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યકિત
  1. પુરણ માટે ➡️
  2. ૩-૪ નંગ બાફેલા બટાકા
  3. ૧ નંગડુંગળી
  4. ૧ ચમચીઆદુ-લસણ-મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીજીરું
  6. ૧ ચમચીતેલ
  7. ચપટીહિંગ
  8. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  11. ૧ ચમચીપાવભાજી મસાલો
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. સમારેલી કોથમીર - જરૂર મુજબ
  14. લોટ બાંધવા માટે ➡️
  15. ૧ કપઘઉંનો લોટ
  16. ૩ ટેબલસ્પૂનતેલ મીઠું સ્વાદાનુસાર
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધવા માટેની સામગ્રી ભેગી કરી થોડો નરમ એવો લોટ બાંધી લો અને ૧૫-૨૦ મિનિટ માટે રેસ્ટ આપો.

  2. 2

    હવે બાફેલા બટાકાની છાલ ઉતારી તેનો છુંદો કરી લો અને તેમાં બધા સૂકા મસાલા જેમકે ધાણાજીરૂ, હળદર, મીઠું, લાલ મરચું, પાવભાજી મસાલો ઉમેરી હાથેથી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે ડુંગળીને બારીક સમારી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં જીરું તથા હીંગનો વઘાર કરી તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો.

  4. 4

    ડુંગળી સહેજ ગુલાબી રંગની થાય એટલે તેમાં બટાકાનો માવો ઉમેરી તેને બરાબર મિક્સ કરી, તેને એક થાળીમાં પાથરી ને ઠંડુ કરી લેવું.

  5. 5

    હવે એ પુરાણમાં લીંબુનો રસ, સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    હવે બાંધેલા લોટમાંથી બે નાના લુવા લઈને, બે નાની રોટલી વણી લેવી. હવે એક રોટલી લઈ તેમાં બટાકાનો માવો પાથરી, ઉપર બીજી રોટલી મૂકી, કિનારી સહેજ દબાવી સીલ કરી લો અને ૨-૩ વેલણ મારી તેને સહેજ મોટી વણી લો.

  7. 7
  8. 8

    હવે આ પરાઠાને નોનસ્ટિક પેનમાં બંને બાજુ તેલ લગાવી શેકી લો અને પછી ઉપરથી ઘી કે માખણ લગાવી, ગરમ ગરમ પરાઠાને દહીં અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes