ઘી વાળું લીલું લસણ

શિયાળાની શરૂઆત થાય એટલે લીલું લસણ પુષ્કળ પ્રમાણમાં મળે. ઘી સાથે લીલુ લસણ ખાવામાં આવે તો તે ખૂબ જ ગુણકારી કહેવાય. મારા ઘરે આખા શિયાળા દરમિયાન ગમે ત્યારે એક વાર સળંગ ત્રણ દિવસ સવારે ઘી વાળું લીલું લસણ અને ખીચડી ખાઈએ. મારી મમ્મી કહેતી આવી રીતે ઘી અને લસણ ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે અને તેનાથી તાકાત પણ આવે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
લીલા લસણને બે ત્રણ પાણીથી ધોઈ લો જેથી તેમાં રહેલી માટી નીકળી જાય. હવે તેને થોડું કોરું થવા દો.
- 2
હવે કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં લીલા મરચા લસણ અને મીઠું ઉમેરી પાંચ મિનિટ સુધી થવા દો. તૈયાર છે ઘી વાળું લસણ. મેં અહીં તેને થાળીમાં ઠાર્યું નથી. પણ મારી મમ્મી તેને થાળીમાં થાળીને બનાવતી. થાળીમાં ઠારીને બનાવવા માટે તૈયાર કરેલા લીલા લસણ ને થાળીમાં પાથરી દો ઠંડુ પડે એટલે તેના ચોસલા પાડી લો. ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
- ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
- લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
- બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
- લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)

ટિપ્પણીઓ (8)