વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)

સૂૂપ / જ્યુસ રેસીપી
#SJC વેજીટેબલ ક્લીયર સૂપ
શિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ.
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી
#SJC વેજીટેબલ ક્લીયર સૂપ
શિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજી ને ધોઈ સુધારી અને પાણી નીતાળી લેવું. બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 2
એક કડાઈમાં ઘી અને તેલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં જીરું સૂકા લાલ મરચા, હિંગ નાખી અને ડુંગળી સાંતળી લેવી ડુંગળી સંતળાઈ પછી તેમાં લસણ આદુ અને લીલા મરચાં નાખી દેવા
- 3
- 4
હવે તેમાં સમારેલા શાકભાજી નાખી દેવા અને બે થી ત્રણ મિનિટ સુધી સાંતળવું ત્યારબાદ તેમાં મીઠું મરી પાઉડર નાખી મિક્સ કરી થોડીવાર પછી ટામેટાં અને સ્વીટ કોર્ન પણ નાખી દેવી.
- 5
ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી શાકભાજીને સાંતળવું ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લેવું
- 6
બીજી બાજુ તપેલીમાં બે કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવું. પાણી ગરમ થઇ જાય એટલે વેજીટેબલ માં નાખી દેવું હલાવી મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને શાકભાજી ને ચડવા દેવા
- 7
એક વાટકીમાં એક ચમચી કોર્નફ્લોર લઈ તેમાં બે ટેબલસ્પૂન જેટલું પાણી નાખી મિક્સ કરી લેવું સૂપ ઊકળે પછી તેમાં કોર્નફ્લોર નાખી મિક્સ કરી લેવું. કોર્નફ્લોર નાખવાથી સૂપ ઘટ્ટ થવા લાગશે કન્સન્ટન્સી જેવી જોઈએ તે પ્રમાણે પાણી ઉમેરવુ.
- 8
સૂપને ચારથી પાંચ મિનિટ સુધી ફરી ઉકળવા દેવું એટલે કોર્નફ્લોર સરસ રીતે સૂપમાં મિક્સ થઈ જશે.
- 9
છેલ્લે તેમાં લીંબુનો રસ નાખી ગેસ બંધ કરી દેવું
- 10
સર્વિંગ બાઉલમાં કાઢી કોથમીર નાખી ગાર્નીશ કરી ગરમ ગરમ વેજીટેબલ ક્લિયર સૂપ સર્વ કરવું.
- 11
તો તૈયાર છે
વેજીટેબલ ક્લિયર સૂપ અમને લોકોને સૂપ થોડું થીક ભાવે એટલે મેં થીક બનાવ્યું છે.
Keywords
Similar Recipes
More Recipes


























ટિપ્પણીઓ