લાલ જામફળ નો સ્કવૉશ (Red Jamfal Squash Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

"જામફળ"એ શિયાળામાં આવતું અમૃત ફળ છે.વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક લાભ છે. જામફળને એક શક્તિ વર્ધક ફળ પણ માનવામાં આવે છે.જામફળનો જ્યુસ બનાવવો ખૂબ જ સહેલો છે.આ જ્યુસને ફ્રીજમાં 1 વષૅ સુધી
સાચવી શકાય છે. ગમે તે સિઝનમાં આ જ્યુસ પીવાની મજા આવે છે.
#MBR7

લાલ જામફળ નો સ્કવૉશ (Red Jamfal Squash Recipe In Gujarati)

"જામફળ"એ શિયાળામાં આવતું અમૃત ફળ છે.વિટામિન C થી ભરપૂર એવા આ ફળના અનેક લાભ છે. જામફળને એક શક્તિ વર્ધક ફળ પણ માનવામાં આવે છે.જામફળનો જ્યુસ બનાવવો ખૂબ જ સહેલો છે.આ જ્યુસને ફ્રીજમાં 1 વષૅ સુધી
સાચવી શકાય છે. ગમે તે સિઝનમાં આ જ્યુસ પીવાની મજા આવે છે.
#MBR7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25-30 મિનિટ
  1. 1 કિલોલાલ જામફળ (એકદમ પાકા લેવા)
  2. 500 ગ્રામખાંડ
  3. 250 ગ્રામલીંબુ
  4. 1/2 ચમચી સંચળ પાઉડર
  5. 1/4 ચમચી મરી પાઉડર
  6. 1/4 ચમચી શેકેલા જીરાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

25-30 મિનિટ
  1. 1

    એક મોટી તપેલીમાં ખાંડ લઈ એમાં ખાંડ ડૂબે એટલું પાણી લો.હવે એને ગરમ કરવા મૂકો.ખાંડ ઓગળી જાય અને પાણી ઉકળવા લાગે ત્યારે ગૅસ બંધ કરી તપેલી ઉતારી લો. અને એ ચાસણીને ઠંડી થવા દો.

  2. 2

    જામફળને ધોઈ લો.પછી એના
    કટકા કરી લો.આ કટકાને બ્લેન્ડરની મદદથી ક્રશ કરી એનો પલ્પ બનાવી લો.

  3. 3

    એક વાસણમાં લીંબુનો રસ કાઢી લો. ચાસણી ઠંડી થઈ જાય એટલે એમાં જામફળનો પલ્પ તથા લીંબુનો રસ ઉમેરો.

  4. 4

    હવે આ જ્યુસને ચારણીથી ગાળી લો. જેથી એના બી નીકળી જાય.આ જ્યુસને ફ્રીજમાં 1વષૅ સુધી તમે સાચવી શકો છો.

  5. 5

    બે ગ્લાસ જ્યુસ બનાવવા માટે 2 ગ્લાસ પાણીમાં લગભગ 2-3 મોટા ચમચા જ્યુસ નાંખી એમાં 1/2 ચમચી સંચળ પાઉડર, 1/4 ચમચી મરી પાઉડર તથા 1/4 ચમચી શેકેલા જીરાનો પાઉડર ઉમેરી એને બ્લેન્ડ કરી લો.મહેમાનોને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes