અડદીયા (Adadiya Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

અડદીયા (Adadiya Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. 1-1/2 કપ અડદનો ઝીણોલોટ
  2. 1-1/2 કપ ઘી+ ૨ ટીસ્પૂન ઘી
  3. 1-1/2 કપ દેશી ગોળ
  4. ૧/૨ કપબાવળનો ગુંદર
  5. ૧/૨ કપસુકા કોપરાનું છીણ
  6. ૧/૪+ ટીસ્પૂન દૂધ
  7. ૧/૩ કપબદામ
  8. ૧/૩ કપકાજુ
  9. ૧ ટીસ્પૂનએલચીનો પાઉડર
  10. ૧/૨ ટીસ્પૂનજાયફળ
  11. ૧ ટીસ્પૂનસુંઠ પાઉડર
  12. ૧/૨ ટીસ્પૂનગંઠોડા પાઉડર
  13. ૨ ટીસ્પૂનપીસ્તા કતરણ
  14. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા અડદની દાળને મિક્સર જારમાં ક્રશ કરી લો અને ઝીણો લોટ બનાવી લો

  2. 2

    આ લોટ મા દૂધ અને ઘી ગરમ કરીને રેડીને ધાબો દેવો, હાથી બરાબર મસળી ને 15 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને મૂકી રાખો

  3. 3

    હવે ગુંદરને પણ મિક્સર જારમાં ઝીણો ક્રશ કરી લો, બદામ કાજુને પણ ક્રશ કરી લો, 15 મિનિટ પછી અડદના ધાબો દીધેલા લોટને ચારણા વડે ચાળી લો

  4. 4

    હવે એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરો, તેમાં અડદના લોટને ધીમા તાપે 10 થી 12 મિનિટ સુધી શેકી લો, લોટ શેકાય એટલે ક્રશ કરી લો ગુંદર ઉમેરી લો. ત્યારબાદ તેમાં ધીરે ધીરે દૂધ ઉમેરતા જાવ

  5. 5

    દૂધ ઉમેર્યા પછી મિશ્રણ પડતું તૈયાર થશે એકદમ ગુલાબી રંગનો શેકાય ત્યારબાદ તેમાં સૂકા કોપરાનું ખમણ બદામ કાજુનો ભૂકો ઉમેરો

  6. 6

    ત્યારબાદ તેમાં સૂંઠ ગંઠોડા ઇલાયચી પાઉડર જાયફળ પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો, હવે ગેસ પરથી નીચે ઉતારીને છેલ્લે તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરીને બધું બરાબર મિક્સ કરો

  7. 7

    થાળી ને ઘી વડે ગ્રીસ કરી લો અને અડદિયાને તેમાં પાથરી લો ઉપરથી પિસ્તા અને બદામની કતરણ ભભરાવો, શિયાળાની કળકા થી ઠંડીમાં આ અડદિયુ પાક શરીરને ખૂબ જ ઘરમાં અને શક્તિ આપે છે

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes