ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#JWC1
શિયાળામાં સરસ મજાના ગાજર આવે એટલે ૨-૪ વાર ગાજરનો હલવો તો બને જ. મમ્મી ની રીતે દર વખતે બનાવું. જેમાં હલાવતા અને ઘી માં શેકાતા સમય લાગે પરંતુ મીઠાશ તેમાં જ આવે.
ઘણી ગાજરનાં હલવાની કુકરમાં બનાવવાની રેસીપી જોઈ, શોર્ટ કટ માં બનાવવાની ઈચ્છા પણ થઈ પણ તેમાં જે મીઠાશ હોવી જોવે તે નથી હોતી અને ધીરજ પૂર્વક જો શેકાય નહિ તો તેની self life પણ ઘટી જાય.
આજે ગાજરને છીણી ઘી માં શેકી ને હલવો બનાવ્યો છે અને માવા ને બદલે મિલ્ક પાઉડર નાંખ્યું છે. પછી ઘી માં ડ્રાય ફ્રુટ્સ શેકી ૧૦ મિનિટ હલવો પણ શેક્યો હોવાથી ખૂબ ટેસ્ટી બન્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ કલાક
૪ લોકો
  1. 500 ગ્રામગાજર
  2. 1 લીટર દૂધ
  3. ૧ કપખાંડ
  4. ૨ ટેબલસ્પૂનઘી
  5. ૨ ટેબલસ્પૂનઘરની ફ્રેશ મલાઈ
  6. 5 ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  7. ૬-૮ બદામ
  8. ૮-૧૦ કિસમિસ
  9. ૬-૮ કાજૂ
  10. ૨ ટેબલસ્પૂનડ્રાય ફ્રુટ્સ પાઉડર
  11. ૧ ટીસ્પૂનઈલાયચીનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨ કલાક
  1. 1

    ગાજરને છોલી, ધોઈ લો અને ખમણી લો. દૂધ ને ગરમ કરવા મૂકો. હવે કડાઈમાં ઘી મૂકી ગાજરને ધીમા તાપે શેકી લો.

  2. 2

    હવે દૂધ નાંખી ધીમા તાપે ઉકાળો. સાથે બીજા કામ કે રસોઈ કરી શકાય અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. પછી મલાઈ નાંખી હલાવો. મિલ્ક પાઉડર પણ નાંખી તરત જ હલાવો જેથી લમ્પ્સ ન પડે.

  3. 3

    જ્યારે હલવો ઘટ્ટ થાય ત્યારે ખાંડ નાખી હલાવો. ખાંડનું પાણી થઈ પાછું ઠીલું થઈ જશે તો સતત હલાવતા રહો. હવે વઘારિયા માં ઘી મૂકી કાજુ-બદામ-કિસમિસ તળીને ઘી સાથે જ હલવા માં નાંખી શેકી લો.

  4. 4

    જ્યારે ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઈલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો. પછી સર્વિંગ બાઉલમાં કાઢી લો.

  5. 5

    આ હલવો જમવામાં મિઠાઈ તરીકે કે સવારે નાસ્તામાં કે રાતે જમ્યા પછી ડેઝર્ટ તરીકે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes