ગાજર હલવા કોકોનટ ડીલાઇટ (Carrot Halwa Coconut Delight Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#JWC1
#Cookpadgujarati

ગાજરનો હલવો (કેરટ હલવા) એક શ્રેષ્ઠ ભારતીય મિઠાઈ છે જેને ગાજર, દૂધ, ઘી અને ખાંડથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે ઘરે સ્વાદિષ્ટ મિઠાઈ બનાવવી સરળ નથી હોતી પરંતુ ગાજરનો હલવો એક એવી મિઠાઈ છે જે ન માત્ર બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય એવી છે પરંતુ બાળકોથી લઈને વૃધ્ધો સુધી બધાને પસંદ પણ આવે છે. આ રેસીપીમાં હલવાને ક્રીમી બનાવવા માટે ફૂલ ફેટ દૂધનો ઉપયોગ કર્યો છે અને સરસ સ્વાદ માટે ઈલાયચી નો પાઉડર નાખવામાં આવ્યો છે. આ હલવા ને વઘારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં આમાં કોકોનટ પાઉડર ઉમેરી તેને કોકોનટ બિસ્કીટ ના પાઉડર અને વ્હિપડ ક્રીમ નું લેયર કરી ને સર્વ કર્યો છે. જો તમે મહેમાનો માટે સ્વીટ બનાવવા માંગતા હોય અથવા બાળકો માટે - તો આ રેસિપી પ્રમાણે તમે સરળતાથી ઘરે ગાજરનો હલવો બનાવી શકો છો તે પણ માવા વગર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 કિલોલાલ ગાજર
  2. 3 tbspઘી
  3. 500મિલી ફૂલ ફેટ દૂધ
  4. 3/4કપ ખાંડ
  5. 2 tbspગરમ દૂધ + 5 થી 6 નંગ કેસર ના તાર
  6. 1 tbspકીસમીસ
  7. 2 tbspડેસિકેટેડ કોકોનટ પાઉડર
  8. 1 tspઈલાયચી પાઉડર
  9. 1 tbspબદામ ની કતરણ
  10. 1 tbspકાજુની કતરણ
  11. 1 tbspપિસ્તાની કતરણ
  12. 2 ડ્રોપરોઝ વૉટર
  13. 1 કપવ્હિપ્પડ ક્રીમ
  14. 21 નંગકોકોનટ બિસ્કીટ નું પેકેટ + 2 ચમચી દૂધ
  15. 👉 ગાર્નિશ માટે :--
  16. બદામ અને પીસ્તા ની કતરણ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ કોરા કરી જીની છીણી થી છીણી લો.

  2. 2

    હવે એક જાડા તળિયાવાળી કઢાઈ અથવા નોનસ્ટિક પેનમાં મધ્યમ આંચ પર ઘી ગરમ કરો. તેમાં છીણેલા ગાજર નાખો અને તેને ૩-૪ મિનિટ માટે સતત ચમચાથી હલાવીને સાંતળો. ત્યાર બાદ આમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી ફાસ્ટ ગેસ ની આંચ પર દૂધ બળી જાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યાર બાદ આમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ખાંડ નું પાણી બળે ત્યાં સુધી કૂક કરી લો.

  3. 3

    હવે ગેસ ની આંચ ધીમી કરી આમાં દૂધ ની મલાઈ અને કેસરવાળુ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આમાં કીસમીસ અને ડેસિકેટેડ કોકોનટ પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે આમાં ઈલાયચી પાઉડર, બદામ ની કતરણ, કાજુ ની કતરણ અને પીસ્તા ની કતરણ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ રોઝ વૉટર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે છેલ્લે તેમાં 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  5. 5

    હવે કોકોનટ બિસ્કીટ ને મિક્સર જારમાં લઈ ક્રશ કરી પાઉડર બનાવી તેમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ નોન ડેરી વ્હિપ્પડ ક્રીમને સ્ટીફ પિક આવે ત્યાં સુધી ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરી લો. હવે સરવિંગ ગ્લાસ માં પહેલા બિસ્કીટ નું લેયર સ્પ્રેડ કરી તેની પર વ્હિપડ ક્રીમ નું લેયર સ્પ્રેડ કરી ઉપર ગાજર ના હલવા નું લેયર સ્પ્રેડ કરી ઉપર વ્હિપડ ક્રીમ નું નાનું સર્કલ કરી તેમાં વચ્ચે બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી ગાર્નિશ કરી લો.

  6. 6
  7. 7

    હવે આપણું સ્વાદિસ્ટ અને ટેસ્ટી ગાજર હલવા કોકોનટ ડીલાઈટ તૈયાર છે સર્વ કરવા માટે.

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes