કોકોનટ હલવો (Coconut Halwa Recipe In Gujarati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

#GA4
#Week6
#Coconut halvo.
કોકોનટ હલવો એ ખૂબ ઝડપ થી બનતો અને સ્વાદિષ્ટ પ્રસાદ નો ઓપ્શન છે કોકોનટ ને હલવા ની રૂપેએ પણ સર્વ કરી શકો છો અને એમાં કોઈપણ ફ્લેવર પણ આપી શકો છો આજે મેં કેસર પિસ્તા ફ્લેવર આપી ને હલવો બનાવી પીસીસ માં સર્વ કર્યો છે

કોકોનટ હલવો (Coconut Halwa Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week6
#Coconut halvo.
કોકોનટ હલવો એ ખૂબ ઝડપ થી બનતો અને સ્વાદિષ્ટ પ્રસાદ નો ઓપ્શન છે કોકોનટ ને હલવા ની રૂપેએ પણ સર્વ કરી શકો છો અને એમાં કોઈપણ ફ્લેવર પણ આપી શકો છો આજે મેં કેસર પિસ્તા ફ્લેવર આપી ને હલવો બનાવી પીસીસ માં સર્વ કર્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો માટે
  1. 1 કપસૂકું કોપરાનું ખમણ
  2. 1/2 કપ ખાંડ
  3. 1/2 કપ દૂધ
  4. જરૂર મુજબ ખાંડ ડુબે એટલું પાણી
  5. 3 મોટી ચમચીદેશી ઘી
  6. જરૂર મુજબ કેસર દૂધ માં ઓગાળેલું
  7. જરૂર મુજબ પિસ્તા ની કતરણ
  8. જરૂર મુજબ પીળો કલર પિંચ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ટોપરાના ખમણ ને ધીમા તાપે શેકી લો

  2. 2

    બે થી ત્રણ મિનિટ જ શેકવું.

  3. 3

    હવે એક કઢાઈ માં ખાંડ અને પાણી તથા દૂધ એક સાથે લઈ લો

  4. 4

    એમાંથી ચીકાશ પડે એટલી ચાસણી બનાવો

  5. 5

    કોઈ તાર થાય એટલી નથી બનાવવા ની..

  6. 6

    હવે એમાં કલર અને કેસર વસલું દૂધ ઉમેરી લો

  7. 7

    હવે શેકેલ કોપરાનું ખમણ ઉમેરો

  8. 8

    ઘી પણ આ સ્ટેજ પર ઉમેરી લો

  9. 9

    સારી રીતે મિક્સ કરી ને એક પ્લેટ માં પાથરી લો

  10. 10

    ઉપર પિસ્તા ની કતરણ થઈ સજાવી લો

  11. 11

    ઠંડુ થાય એટલે પીઆઈએસ કરી ગુલાબ ની પાંખડી થઈ ગાર્નિશ કરો

  12. 12

    હલવો ખાવા માટે રેડી છે.

  13. 13

    તો તૈયાર છે કોકોનટ હલવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

Similar Recipes