લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

કયારેક લીંબુનું ગળ્યું અથાણું ખાવાનું મન થાય ત્યારે આ ચટણી બનાવશો તો એ લીંબુનું ગળ્યું અથાણું ખાધું છે એવું લાગશે. ફટાફટ બની જતી આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે.

લીંબુ ની ચટણી (Lemon Chutney Recipe In Gujarati)

કયારેક લીંબુનું ગળ્યું અથાણું ખાવાનું મન થાય ત્યારે આ ચટણી બનાવશો તો એ લીંબુનું ગળ્યું અથાણું ખાધું છે એવું લાગશે. ફટાફટ બની જતી આ ચટણી ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મિનિટ
મિડીયમ બાઉલ
  1. 2પાતળી છાલના લીંબુ
  2. 50 ગ્રામજેટલો ગોળ (વધુ જોઈએ તો વધુ લેવો)
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીમેથીનો મસાલો
  5. સહેજ મીઠું
  6. 1/4 ચમચી સંચળ પાઉડર
  7. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લીંબુના કટકા કરી એમાં થી એના બી તથા વચ્ચે નો સફેદ ભાગ કાઢી લો. પછી એ લીંબુના પણ નાના- નાના કટકા કરી લો. હવે આ કટકા ને મિક્સર જારમાં ક્રશ કરી લો.

  2. 2

    હવે આ ક્રશ કરેલા લીંબુમાં હળદર, મીઠું, સંચળ પાઉડર, લાલ મરચું, મેથીનો મસાલો તથા ગોળ ઉમેરી બધું ક્રશ કરી લો.

  3. 3

    હવે આ ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણીને કાચની બરણીમાં કે બાઉલમાં ભરીને સ્ટોર કરી શકો છો. લગભગ છ મહિના સુધી સારી રહે છે. આ ચટણી બે દિવસ પછી વાપરશો તો વધુ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes