પનીરી દલિયા કટલેટ (Paneer Daliya Cutlet Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#Week1
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#cookpad
#cookpadindia
#cookpadgujarati
દલિયા એટલે ઘઉંના ટુકડા કરી ફાડા ઘઉં બનાવવામાં આવે છે.દલિયા કટલેસ એ ખૂબ જ પૌષ્ટિક નાસ્તો છે. ઘઉં ના ફાડામાં ફાઇબર પ્રચુર માત્રામાં હોય છે. જે ખાધા પછી લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી. તેમજ કેલેરી ઓછી હોવાથી બોડીમાં કાર્બ જમા થવાની શક્યતા ઘટી જાય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. બાળકો માટે આ એક ઉત્તમ પૌષ્ટિક આહાર છે. વડી તેમાં ઘણા બધા વેજીટેબલ્સ નાખવાથી તેના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧/૨ કપદલિયા, (ઘઉં ના ફાડા)
  2. ૧/૨ કપછીણેલું પનીર
  3. ૧/૨ કપબાફીને મેસ કરેલ બટાકા
  4. ૨ ટેબલસ્પૂનકોર્ન ફ્લોર
  5. 🔷️વેજીટેબલ્સ
  6. ડુંગળી
  7. ૨ ટેબલસ્પૂનસ્વીટ કોર્ન
  8. ૨ ટેબલસ્પૂનલીલા વટાણા
  9. ૧/૨ગાજર
  10. ઈંચ આદુના ૨ ટૂકડા
  11. ૩ નંગલીલા મરચાં
  12. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  13. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલ લીલુ લસણ
  14. ૪-૫ ફુદીનાના પાન
  15. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  16. 🔷️સુકા મસાલા
  17. ૨ ટીસ્પૂનવસંત ક્લાસિક ગરમ મસાલા
  18. ૧+૧/૨ ટીસ્પૂન ધાણાજીરુ
  19. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  20. ૧/૨ ટીસ્પૂનચાટ મસાલો
  21. ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  22. મીઠું , સ્વાદ મુજબ
  23. 🔶️તળવા માટે તેલ, આવશ્યકતા અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    🔷️પૂર્વ તૈયારી : સૌપ્રથમ દલિયા (ઘઉંના ફાડા) ને એક બાઉલમાં લઈ લો. તેમાં 1/2 કપ પાણી નાખી મિક્સ કરી અને એક કલાક માટે પલાળી રાખો. બટાકાને બાફી લેવા.

  2. 2

    સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ વેજીટેબલ્સ ચોપરમાં ચોપ કરી લેવા. એક પેનમાં એક ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળી લો.

  3. 3

    ત્યારબાદ બાકીના વેજીટેબલ્સ તેમાં નાખી તેને પણ સાંતળી લો. કુક કરવાના નથી. હવે એક બાઉલમાં પલાળેલા દલિયા,મેશ કરેલા બટાકા, પનીર નું છીણ તથા સાંતળેલ તમામ વેજીટેબલ્સ તેમાં એડ કરો. હવે તેમાં વસંત ક્લાસિક ગરમ મસાલા તથા સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા એડ કરો. ફુદીનાના પાન,લીલા ધાણા તથા લીલુ લસણ કટ કરી એડ કરો.

  4. 4

    બધું જ બરાબર મિક્સ કર્યા બાદ તેમાં કોર્નફ્લોર એડ કરી ફરીથી મિક્સ કરી લો. હવે તેમાંથી હાર્ટ શેપની કટલેસ તૈયાર કરો. ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. પહેલા ગેસની મીડિયમ ફ્લેમ પર આ કટલેસને તળવી. ત્યારબાદ સ્લો ફ્લેમ પર ક્રિસ્પી તળી લેવી.

  5. 5

    બંને બાજુ ક્રિસ્પી થાય એટલે પેપર નેપકીનમાં કાઢી લો. ગરમ ગરમ પનીર દલીયા ક્ટલેટ ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

Similar Recipes