આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

આલુ સેવ ખૂબ જ ટેસ્ટી અને ક્રીસ્પી હોય છે. #EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-35 મિનીટ
  1. 250 ગ્રામબાફેલા બટાકા
  2. 1-1/2 કપ જેટલો ચણાનો લોટ
  3. 1/4 કપ જેટલો ચોખાનો લોટ
  4. સહેજ હળદર
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1+1/2 ચમચી મરી પાઉડર
  7. 1/4 ચમચી સંચળ પાઉડર
  8. 1/2 ચમચી ચાટ મસાલો
  9. 2 ચમચીઆમચૂર પાઉડર
  10. સ્વાદમુજબ મીઠું (જરૂર લાગે તો)
  11. 2 ચમચીતેલ (મોણ માટે)
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30-35 મિનીટ
  1. 1

    બાફેલા બટાકાને છીણી થી છીણી લો.પછી ઉપર જણાવેલ ચણાનો લોટ,ચોખાનો લોટ,મોણ તથા મસાલા ઉમેરો.

  2. 2

    હવે બધું મિક્સ કરી એનો લોટ બાંધો. લોટ બાંધવા લગભગ પાણીની જરૂર નહીં પડે છતાંય જરૂર પડે તો સહેજ લેવું.

  3. 3

    હવે સેવ પાડવાના સંચામાં અંદરની બાજુ એ તેલ લગાવી થોડો લોટ ભરી ગરમ તેલમાં સેવ પાડો.

  4. 4

    સેવને મિડિયમ તાપે સોનેરી રંગની બંને બાજુ તળી લેવી.

  5. 5

    આ ક્રિસ્પી સેવને ઠંડી પડે એટલે ઍરટાઈટ ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes