ફાફડા, જલેબી ચટની સલાડ સાથે

Neha Nikul Raval
Neha Nikul Raval @cook_9234166
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 પિરસવાનું
  1. Fafda:
  2. 1 કપબેસન (ચણાનો લોટ)
  3. 1 tspઅજમો
  4. સ્વાદ અનુસાર મીઠું
  5. 1/2 tspખાવાનો સોડા
  6. 1/2 tspહળદર
  7. 4 tspતેલ
  8. તળવા માટેતેલ તળવા માટે
  9. 1 ચપટી હીંગ
  10. માટેજલેબી:
  11. 1 કપમેંદો
  12. 2 tspબેસન (ચણાનો લોટ)
  13. 2 tspઘી
  14. 2 tspચોખાનો લોટ
  15. 1 કપખાંડ
  16. 1 tspકેસર
  17. 2 tspઇલચી પાવડર
  18. 1 ચપટીખાવાનો સોડા
  19. 2 tspદહીં
  20. 1 1/2 કપપાણી
  21. માટેદહીં ચટણી
  22. થોડામીઠો લીંબડો
  23. 1 કપદહીં
  24. 1/2 tspહળદર પાવડર
  25. 1 tspરાઇ
  26. 1 tspધાણા
  27. 2 tspબેસન
  28. 1 ચપટી હીંગ
  29. જરૂર મુજબતળેલા લીલાં મરચાં

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    ફાફડા: પહેલા એક બાઉલ લો.તેમા બેસન,અજમો, મીઠું, બેકિંગ સોડા, હળદર, હિંગ ઉમેરો.તેને સરસ રીતે ભળીને તેલ મિશ્રણ ઉમેરો અને પાણીથી સરળ કણક બનાવો.

  2. 2

    હવે કણક લો અને એક ચૉપિંગ બોર્ડ. લોટનો એક નાનો બોલ લો અને તેને નીચે થી ઉપર ફેલાવો અને ગેસ ચાલુ કરી તેને મધ્યમ જ્યોત પર તેલ મૂકી તળવા.કરકરા ફાફડા થાય ત્યા સુધી ગરમ તેલ માં પટ્ટી મૂકી તળવા.

  3. 3

    જલેબી: એક વાટકી લો. તેમાં મેંદો, બેસન, ઘી, ચોખાનો લોટ ઉમેરો. તેનું મિશ્રણ કરી એક ચપટી ખાવાનો સોડા ઉમેરો.એ મિશ્રણ નું ખીરૂ બનાવો.

  4. 4

    એક બાજુ એક પેન લઈને પાણીમાં ખાંડ, એલૈચી પાવડર, કેસર ઉમેરી પાણી ઉકાળી સરસ રીતે થોડી જાડી ચાસણી બનાવો.

  5. 5

    હવે જલેબી મેકર અથવા કોન બનાવી તેમાં ખીરૂ મૂકો અને એક બાજુ કાપીને ધી માં જલેબી તળો અને જલેબી ને નાખીને તેને ચોસ્નીમાં ડૂબાડો.

  6. 6

    10 મિનિટ પછી ચેસનીથી જલેબી લેવાની.

  7. 7

    દહીં ચટની: એક વાટકો લો.તેમા દહીં, બેસેન ઉમેરો.એક પેન લો તેમાં થોડું તેલ,મીઠો લીમડો,લીલી મરચાં નો વગાર દહીં માં કરવો.દહીં ઉકાળી લેવું અને તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

  8. 8

    ગાજર સલાડ: ગાજર છીણી તેને ગેસ પર થોડી વાર હલવી તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરો,થોડું લાલ મરચું પાવડર નાખી તેનું મિશ્રણ કરવું. થોડાં લીલા મરચાં સાથે તળીને ખાવાથી સારા લાગશે. તૈયાર છે તમારી મનપસંદ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neha Nikul Raval
Neha Nikul Raval @cook_9234166
પર

Similar Recipes