કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..
આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...
#સુપરશેફ3

કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)

ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..
આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...
#સુપરશેફ3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
3 સર્વિંગ્સ
  1. વણેલા ગાંઠિયા માટે
  2. 2.5વાટકા ચણા નો લોટ
  3. 1/2વાટકો પાણી
  4. 1/2વાટકો તેલ
  5. 1/4 ચમચીખારો
  6. 1 ચમચીઅજમો
  7. 2 ચમચીમરી વાટેલી
  8. મીઠુ સ્વાદાનુસાર
  9. 1/4 ચમચીહિંગ
  10. કેસર જલેબી માટે
  11. 1વાટકો મેંદો
  12. 1/2 વાટકીદહીં
  13. 1વાટકો ખાંડ
  14. 3/4વાટકો પાણી
  15. 1/4 ચમચીકેસર

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    લોટ મા બધો જ મસાલો નાખી પાણી વગર લોટ બાંધવો

  2. 2

    લોટ મા ધીમે ધીમે પાણી ઉમેરી કૂણવી લેવો. અને ગાંઠિયા વણી શકાય એવો લોટ કુણવવો.

  3. 3

    હવે હળવે હાથે હથેળી ની મદદ ની ગાંઠિયા વણી ને તૈયાર કરવા. માધ્યમ તાપે તળી લેવા.

  4. 4

    ઉપરથી મરી પાઉડર છાંટવો હોય તો છાંટી શકાય.

  5. 5

    જલેબી માટે લોટ અને દહીં ને ભેળવી 10 મિનિટ રાખી દેવો ઢાંકી ને. એટલી વાર મા ektari ચાસણી બનાવી લેવી. તેમાં કેસર નાખી દેવું.

  6. 6
  7. 7

    હવે કોથળી મા લોટ ભરી મનગમતા આકાર ની જલેબી બનાવો. ધીમા તાપે તેલ મા લાલ કલર ની થાય ત્યાં સુધી તળવી. અને ચાસણી મા બોળવી.

  8. 8

    મરચા અને સંભાર સાથે ગાંઠિયા જલેબી બોવ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes