મસાલા તડકા છાસ

megha sachdev
megha sachdev @cook_13692985

હેલો મિત્રો ઉનાડા નો તાપ બહુ લાગે છેને. આખો દિવસ એમ જ થાઈ કે ઠંડુ પાણી, કોલ્ડડ્રિંક્સ જેવી ઠંડી ઠંડી વસ્તુઓ જ પીધા કરીએ.. આમાં પણ ઠંડી ઠંડી છાસ માડી જાય મસાલા વાડી તોતો મજા પડી જાય. અને આજે હું લઈ ને આવી છું છાસ ની રેસીપી માં કૈક નવું.
અપડે સૌ મસાલા છાસ તો પીએ જ છીયે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે છાસ માં પણ તડકો લગાવી સકાય ? હા લગાવી જ સકાય ને.
ઠંડી ઠંડી મસાલા છાસ માં જો તડકો લાગી જાય તોતો એનો સ્વાદ જ અનેરો થાઈ જાય છે.
અને છાસ માં અપડે અપિસું ફુદીના નું ફ્લેવર તેથી આ તડકા છાસ ફુદીના છાસ થી પણ લોકો આને ઓડખે છે.
ફ્રેશ ફુદીના નો તડકો અને ઠંડી છાસ. સાંભડતા જ મોઢામાં પાણી આવી ગયા ને... તો ચાલો આજે બનાવીએ મસાલા તડકા છાસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 વ્યક્તિ
  1. 5-6પાન લીમડો,
  2. 2-3 ચમચીજેટલા ફોદીનો,
  3. 2-3 ચમચીજેટલી કોથમરી,
  4. 1/2 ચમચીજીરું,
  5. 1નંગ લીલું મરચું,
  6. 1 ચમચીતેલ,
  7. 1ગ્લાસ છાસ
  8. ગરનીસિંગ માટે.
  9. 2-3પાન લીમડો,
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. 1દાડખી ફોદીનો
  12. 1નંગ તમાલપત્ર
  13. 3-4નંગ બરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અપડે લઈસુ કોથમરી અને ફોદીનો બને ને ધોઈ અને જીણું સમારી લેવું. ત્યાર બાદ લીલા મરચાં ને પણ ધોઈ અને સમારી લેવું. મરચું ફક્ત તીખાસ માટે લીધું છે. એ ના ઉમેરવું હોય તો તેને અવગણી પણ સકો છો. અને કોથમરી તેમજ ફોડીના ના પ્રમાણ માં ટેસ્ટ પ્રમાણે વધારો ઘટાડો કરી સકો છો. અને જોડે જ લઈસુ લીમડો પણ.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું ઉમેરીસું. અને ધીમી આંચ ઉપર જીરું ને સાંતડી લેવું.

  3. 3

    હવે અપડે પેન માં ઉમેરીસું સમારેલા કોથમરી, ફોદીનો, લીમડાના પાન અને સમારેલા લીલા મરચાં.

  4. 4

    હવે તેને ધીમી આંચ ઉપર સાંતડી લેવા જેથી તેના ફ્લેવર બરાબર મિક્સ થઈ જાય. અને થઈ જ્ઞ બાદ તેને એક બાઉલ માં કાઢી લો.

  5. 5

    હવે આપડે લાઈસુ છાસ. અપડે જેટલી પણ તડકા છાસ બનાવવી હોય તેટલી છાસ લેવી.. આ છાસ બનાવવા માટે જો ખાટી છાસ નો ઉપયોગ કરીયે તો વધારે જ ટેસ્ટી બને છે

  6. 6

    હવે અપડે જેમાં પણ છાસ સેર્વ કરવી હોય તે બાઉલ માં કે મટકી માં છાસ કાઢી લેવી અને ઉપર છાસ નો મસાલો છાટી દેવો. તેના માટે મે છાસ ના મસાલા ની રેસીપી મે પેહલા જ શેર કરી છે.

  7. 7

    હવે અપડે લાઈસુ તમાલપત્ર, લીમડો અને મરીપાઉડર.

  8. 8

    હવે અપડે છાસ ને સેર્વ કરીસું તેના માટે તેમાં ઉમેરીસું બરફ મરી પાઉડર અને અપડે તૈયાર કરેલો વઘાર પણ હવે ઠરી ગયો હસે તો અપડે ઉમરીસું.
    વઘાર માં ઉમેરેલી બધી જ વસ્તુઓ નો ફ્લેવર છાસ માં આવી જસે. તેથી છાસ એકદમ ઠંડી તેમજ ટેસ્ટી બની જસે.
    ત્યાર બાદ તેમાં ઉપર થી લીમડો તેમજ ખાસ નો મસાલો ઉમેરી સેર્વ કરો. તો તૈયાર છે ઠંડી ઠંડી મસાલા તડકા છાસ. જે ગરમી માં આપડા બોડી ને ખૂબ જ ઠંડક તેમજ રાહત આપે છે.

  9. 9

    નોંધ:
    છાસ માટે જે ફોદીના નો વઘાર કરીયે તે પૂરે પૂરો ઠરી જાય પછી જ છાસ માં ઉમેરવો. જેથી તેના ફ્લેવર પણ જડવાય રહે અને છાસ ની ઠંડક પણ..
    ઉનાડા માટે મારુ તો આ ફેવરિટ પીણું છે. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાઈ કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sachdev
megha sachdev @cook_13692985
પર

ટિપ્પણીઓ

Similar Recipes