સ્વીટ હાર્ટસ

Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
Vadodara

#મધરઝ

દીકરીનો એની માઁ સાથે દિલ નો સબંધ હોય એટલે જ મારી માઁ જેમ ચૂરમાં ના લાડવા બનાવતી એજ રીતે બનાવીયા છે અને ચોકલેટ ના હાર્ટ ના મોઉલ્ડ માં સેટ કરી બનાવીયા છે - ચૂરમાં હાર્ટસ!
હાર્ટસ નો આકાર આપવા થી મારી દીકરી પણ ખાઈ લે, એ મીઠું બઉ નથી ખાતી!!
હું ઘણી બધી વાનગીઓ મારી માઁ પાસેથી શીખી છું પણ આ મીઠાઈ મારી બઉ જ પ્રિય છે અને માઁ આ લાડવા અવારનવાર બનાવતી. અને લાડવા બને એના ૩-૪ દિવસ માં તો પતી જ જાય.
મારી સખીઓ તથા કઝીન્સ ને પણ બઉ ભાવતા આ લાડવા. માઁ ચૂરમાં ના લાડું એકદમ પૌષ્ટિક બનાવે. એ થોડાં જાડા ભાખરા બનાવીને પછી તાવી ઉપર શેકી ને લાડવા બનાવતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો કકરો લોટ
  2. ૨ મોટા ચમચા બારીક ચણા નો લોટ
  3. ૨ મોટા ચમચા રવો
  4. ૧ કપ નવશેકું દૂધ, જરૂર પડે તો વધારે લેવું
  5. ૧ & ૧/૨ કપ ઘી
  6. ૩૦૦ ગ્રામ ગોળ
  7. ૨ મોટા ચમચા મિક્સ સૂકા મેવા નો પાઉડર
  8. ૨ નાની ચમચી ઇલાયચી અને જાયફળ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પરાત માં ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, બે મોટા ચમચા ઘી અને દૂધ લઇ, કડક કણક બાંધી લો. એને ૪ ભાગ કરીને ગોળાં વાળી દો.

  2. 2

    ગોળાં માંથી થોડી જાડી ભાખરી વણી લો અને એમાં વેલણ થી ખાડા પાડી લો અને ગરમ તાવી ઉપર શેકવા મુકો.

  3. 3

    હવે બેવ બાજુ કડક થાય બરાબર ત્યાં સુધી શેકી લો.

  4. 4

    ભાખરીઓ ઠંડી પડે એટલે એના ટુકડા કરી મિક્સચર માં પીસી લો.

  5. 5

    ભાખરીઓ નો ભુક્કો એક વાસણમાં લઇ લો, એમાં સૂકા મેવા નો પાઉડર અને ઇલાયચી ને જાયફળ નો પાઉડર ઉમેરી દો.

  6. 6

    હવે વધેલા ઘી ને ગરમ કરીને એમાં ગોળ ઉમેરી દો. ઘી ગોળ ની પાઈ તૈયાર કરો.

  7. 7

    ભાખરીઓ ના ભુક્કા માં ઘી-ગોળ ની પાઈ ઉમેરી, બધું બરાબર મિક્સ કરી લો.

  8. 8

    હવે તૈયાર મિશ્રણ ને હાર્ટ ના આકાર વાળા ચોકલેટ ના મોઉલ્ડ માં સેટ કરો અને પીરસો - ચૂરમાં હાર્ટસ!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Kapadia Shah
Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
પર
Vadodara
love to cook...my Facebook page - https://www.facebook.com/kreativekreation08/
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes