કાવો (કયડું કે કાઢો) (Kadha/Kadho recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

#MW1
#કાવો

કાવો એ એક આયુર્વેદિક પીણું છે. એને કયડું કે કાઢો પણ કહેવામાં આવે છે. એ બહુ બધી અલગ રીતે બનતો હોય છે. બધા પોતાનાં ટેસ્ટ અને જરુરીયાત મુજબ બનાવતાં હોય છે. પાણીમાં સામાન્ય રીતે મસાલા અને વનસ્પતિ નાંખી ને ઉકાળવામાં આવે છે. તેમાં બહુ બધા હેલ્થ બેનીફીટ રહેલાં હોય છે.

મોટે ભાગે શિયાળા માં આ બધા ની ઘરે બનતો હોય છે. મારી મમ્મી ની ઘરે તો શિયાળા માં સવારે એક બાજુ ચા બનાવે અને બીજી બાજું કયડું. ઘરમાં બધા એ કંપ્લસરી એ પીવો જ પડતો હતો. મારી ઘરે પણ હું બનાવું છું, મારી મમ્મી ની રીતે જ. કાવા નો બધો સામાન આપડા બધા ના રસોડા માં અવેલેબલ જ હોય છે, અને આ ખુબ જ સરળતા થી ફટાફટ બની જતો હોય છે.

શરદી- ખાંસી માં કે પછી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ કાઢો કે કયડું ખુબ જ ફાયદાકારક હોય છે. ઘણાં બધા લોકો ડિલિવરી પછી પણ થોડા દિવસ આ પીતાં હોય છે. હેલ્થ માટે તે ખુબ જ સારો છે.

અત્યારનાં આ વૈશ્વિક રોગચાળાના આ સમય દરમિયાન જ્યારે લોકો ભય અને તાણમાં હોય છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ આ કાવો ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શરીરની તંદુરસ્ત માટે આપણાં રસોડામાં ના ઘટકો, જેમ કે હળદર, સુંઠ, પીપરીમુળ, મરી, તજ, લવીંગ, ઘી, ગોળ જેવા મસાલા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ ઉપયોગી નીવડે છે. વનસ્પતિ માં તુલસી, આદુ, લીલી ચા આ બધું પણ ખુબ ઉપયોગી છે.

તમે પણ મારી આ રીત થી કાવો બનાવી ને જરુર થી જોજો.

#રોગપ્રતિકારકરેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૧ ગ્લાસપાણી
  2. ૧ ચમચીપીપરીમુળ પાઉડર
  3. ૧ ચમચીસુંઠ પાઉડર
  4. ૧ ચમચીહળદર (થોડી વધારે લેશો તો પણ ચાલસે)
  5. ૧/૨ ચમચીમરી પાઉડર
  6. ૧ ચમચીઘી (પીગળેલું હોય તો ૨ ચમચી લેવું)
  7. ૧ ચમચીગોળ (મેં મોટી ચમચી લીધો છે, તમારે ઓછો નાંખવો હોય તો ઓછો લો)
  8. ૧/૬ ચમચી તજ પાઉડર
  9. ૧/૬ ચમચી લવીંગ પાઉડર
  10. ૧/૨ ચમચીમીઠું (ટેસ્ટ મુજબ લો)

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં એક તપેલી કે ચા બનાવવાનાં વાસણ માં ૧ ગ્લાસ પાણી લો. ગેસ મીડિયમ ફ્લેમ પર રાખી પાણી જરા ગરમ થવા દો.

  2. 2

    હવે, એ પાણીમાં સુંઠ નો પાઉડર, પીપરીમુળ નો પાઉડર, મરી પાઉડર, હળદર, ગોળ, ઘી અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી મીક્ષ કરો. જરા ગરમ થાય પછી ચપટી તજ નો પાઉડર અને લવીંગ નો પાઉડર ઉમેરી મીક્ષ કરી લો. આ નાંખ્યા પછી ગેસ જરા ફાસ્ટ કરો. મેં શરુઆતમાં હળદર થોડી ઓછી લીધી હતી પણ, તજ લવીંગ નો પાઉડર ઉમેર્યો એ પછી બીજી ૧/૨ ચમચી ઉમેરી છે. તમે જરુરીયાત મુજબ એડજેસ્ટ કરી લેજો.

  3. 3

    હવે, એ સરસ ઉકળી ગયું છે. ગેસ બંધ કરી ગરમ ગરમ કયડું સર્વ કરો. કયડું બહુ ઠંડુ ના થવા દેવું, હુફાળું જ પી લેવું. બહુ જ સરસ લાગે છે. આ નો ટેસ્ટ ડેવલોપ થતાં વાર લાગે છે, સરુઆતમાં નહિ ભાવે, પણ રોજ પીવાનું સરુ કરસો તો ભાવસે. શિયાળા માં અને અત્યારનાં આ કરોના કાળ માં આ કયડું ખુબ જ ફાયદા કારક છે. જરુર થી બનાવી જોજો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes