છોલે ચાવલ

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ટિફિન
#star
પંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે.

છોલે ચાવલ

#ટિફિન
#star
પંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  1. છોલે માટે:
  2. 1 કપકાબુલી ચણા
  3. 2ડુંગળી
  4. 7-8કળી લસણ
  5. 3ટામેટા
  6. 1ચમચો છોલે મસાલો
  7. 1ચમચો લાલ મરચું
  8. 1 ચમચીહળદર
  9. 1/2 ચમચી આમચૂર
  10. 1ચમચો ધાણાજીરું
  11. 2ચમચા તેલ
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ચાવલ માટે:
  14. 1 કપબાસમતી ચોખા
  15. 1 ચમચીજીરું
  16. 2લવિંગ
  17. 1નાનો ટુકડો તજ
  18. 1ચમચો કાજુ ટુકડા
  19. 1ચમચો ઘી
  20. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ચણા ને 8-10 કલાક પલાળવા. ચોખા ધોઈ ને પલાળી દેવા. ચણા ને બાફી લેવા. ડુંગળી લસણ ની પેસ્ટ બનાવી લેવી, ટામેટા ની પ્યૂરી કરી લેવી. સૂકા મસાલા ભેગા કરી ને રાખવા.

  2. 2

    તેલ ગરમ મૂકી ડુંગળી લસણ ની પેસ્ટ સાંતળો. સંતળાય જાય એટલે ભેગા કરેલા સૂકા મસાલા નાખી અને થોડી વાર સાંતળવું. પછી ટામેટા પ્યૂરી નાખી ને ધીમા તાપે 5-7 મિનિટ ચડવા દેવું, જ્યાં સુધી તેલ ફૂટી ના જાય.

  3. 3

    ગ્રેવી કૂક થાય ત્યાં સુધી ચાવલ માટે ઘી મૂકી, જીરું, તજ લવિંગ નાખી, પાણી નિતારી ને ચોખા વધારવા અને હલકા હાથે 1-2 મિનિટ સાંતળવા. ત્યાર બાદ 3 ગણું પાણી, કાજુ અને મીઠું નાખી ઉકળવા દેવું, ઊકળે એટલે ધીમો ગેસ કરી ઢાંકી ને ચડવા દેવા.

  4. 4

    હવે આપણી ગ્રેવી પણ રેડી થઈ ગયી હશે, તેમાં બાફેલા ચણા નાખો, મીઠું નાખી ને સરખું મિક્સ કરો, જરૂર લાગે તો પાણી ઉમેરવું. ધીમા તાપે 5-7 મિનિટ કુક થવા દેવું.

  5. 5

    એ કુક થાય ત્યાં સુધી ચાવલ જોઈ લેવા, એ હવે થઈ ગયા હોય. એનો ગેસ બંધ કરવો. છોલે તૈયાર થાય એટલે છોલે ચાવલ ગરમ ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes