પીંડી છોલે વીથ તવા કુલચા

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે.

પીંડી છોલે વીથ તવા કુલચા

#પંજાબી છોલે-કુલચા એ પંજાબી ફૂડ માં આગવું સ્થાન ધરાવે છે. પંજાબ માં ઠેર ઠેર ખવાતુ આ વયંજન સૌ કોઈ ને પસંદ પણ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મીનીટ
2 સર્વિંગ્સ
  1. છોલે બનાવવા માટે:
  2. 1વાટકો કાબુલી છોલે
  3. 1નંગ ડુંગળી
  4. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  5. 2નંગ ટામેટા
  6. 2 ચમચીછોલે મસાલો
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીધાણા જીરું પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાઇ
  12. 1/4 ચમચીહીંગ
  13. કુલચા બનાવવા માટે:
  14. 1વાટકી ઘઉં નો લોટ
  15. 1વાટકી મેંદો
  16. 1/2 ચમચીબેકીંગ પાઉડર
  17. 4 ચમચીદહીં
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

35 મીનીટ
  1. 1

    કુલચા બનાવવા માટે ઘઉં અને મેંદો લઇ તેમાં મીઠું, બેકીંગ પાાઉડર અને દહી લઇ તેમાં જરૂર મુજબ પાણી થી નરમ લોટ બાંધવો. લોટ ને 4-5 કલાક માટે ઢાંકી રાખો. પછી બરાબર મસળી લો.

  2. 2

    તેના ગોળા વાળી વણી લો. એકતરફ બારીક સમારેલી કોથમીર લગાવી વણેલા કુલચા ને તવી પર લગાવી લો. તેની સાઇડ પર પાણી લગાવી તવી પર લગાવવું. બંને તરફ શેકી લો. આ રીતે બધા કુલચા બનાવી લો.

  3. 3

    કાબુલી ચણા ને 10 કલાક પાણી માં પલાળી મીઠું નાખી કુકર માં બાફી લો. કઢાઇ માં તેલ મૂકી રાઇ ઉમેરી. બારીક સમારેલી ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળો. સંતળાઇ જાય એટલે ક્ટાશ કરેલ ટામેટા ઉમેરી ચડવા દો. મીઠું, લાલ મરચું, છોલે મસાલો નાખી હલાવો. મસાલા ભળી જાય એટલે ગેસ બંધ કરી દો. પીંડી છોલે સર્વ કરો.

  4. 4

    છોલે કુલચા અને છાશ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes