છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#સુપરશેફ2
#પોસ્ટ3
#ફલોર અને લોટ
#માઇઇબુક
#પોસ્ટ26

છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા.....

છોલે ભટુરે(chole bhutre recipe in Gujarati)

#સુપરશેફ2
#પોસ્ટ3
#ફલોર અને લોટ
#માઇઇબુક
#પોસ્ટ26

છોલે ભટુરે એ દિલ્હી નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પણ છોલે એ પંજાબી લોકો ની જાન છે. છોલે માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. પંજાબી છોલે, અમૃતસરી છોલે... અને છોલે એક એવી ડિશ છે તમે તેને ગમે તેની સાથે સવૅ કરો તે દરેક સાથે ટેસ્ટી લાગે છે. એ પછી ભટુરે હોય કે પછી નાન, પરાઠા કે કુલચા.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ✴️છોલે માટે
  2. 200 ગ્રામકાબુલી ચણા
  3. 1 નંગડુંગળી
  4. 1 નંગટોમેટો
  5. 5 નંગકાજુ
  6. 4 નંગલસણની કળી
  7. 1 નંગલીલું મરચું
  8. આદુ નો કટકો
  9. 1 ચમચીસુકા કોપરાનું છીણ
  10. 1 ચમચીછોલે મસાલો
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. 1 ચમચીલાલ મરચું
  14. ✴️ભટુરે માટે
  15. 2 કપમેંદો
  16. 6 ચમચીછાસ /દહીં
  17. 1બાફેલું બટાકું
  18. 1/2ચમચી ખાંડ
  19. 1/2ચમચી બેકિંગ પાઉડર
  20. મીઠું સ્વાદ પ્રમાણે
  21. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

1 મિનિટ
  1. 1

    ચણા ને પલાડી ને બાફી લો. બાફતા સમયે તેમાં મીઠું, સુકા આમલા હોય તો એ અને ચપટી સોડા એડ કરી બાફી લો. આમલાથી ચણાનો કલર સરસ આવી જશે. મે અહીં યુઝ નથી કર્યાં કારણ કે મારી પાસે હતા નહીં. પણ હું એવરી ટાઈમ યુઝ કરુ છું.

  2. 2

    હવે ગ્રેવી બનાવા માટે મીકસર જાળ માં ડુંગળી, ટામેટા, લસણ, આદુ, મરચાં, કોપરાનું છીણ અને કાજુ બધુ એક સરખું પીસી લો.

  3. 3

    હવે પેનમાં તેલ લઈ તેમાં લવિંગ, તજ, ઇલાયચી, તમાલપત્ર લઈ ગ્રેવી એડ કરો. ગ્રેવી બરાબર સાતડો. હવે તેમાં બધા મસાલા એડ કરો. 2-3 મિનિટ ફરી સાતડો. હવે 1 ચમચી કશ્મીર લાલ મરચુ એડ કરી પાણી એડ કરો.

  4. 4

    ગ્રેવી બરાબર થઈ જાય એટલે તેમાં બાફેલા છોલે એડ કરો. થોડી કસ્તુરી મેથી અને થોડો ગરમ મસાલો એડ કરી 5 મિનિટ પછી ગેસ ઓફ કરો. તો રેડી છે આપણા છોલે.

  5. 5

    હવે ભટ્ટુરે માટે બાઉલ માં લોટ લઈ તેમાં ઉપરની દરેક સામગ્રી એડ કરી સુંવાળો લોટ રેડી કરો. 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી ભટ્ટુરે વણીને તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes