દૂધી હલવો શ્રીખંડ ડીલાઈટ

Safiya khan
Safiya khan @cook_12364620
Vapi

#એનિવર્સરી
#ડેઝર્ટ/દૂધી હલવા ના કપ્સ બનાવી તેમાં શ્રીખંડ ભરી સર્વ કર્યું છે, જે એક પરફેક્ટ પાર્ટી ડેઝર્ટ છે.

દૂધી હલવો શ્રીખંડ ડીલાઈટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#ડેઝર્ટ/દૂધી હલવા ના કપ્સ બનાવી તેમાં શ્રીખંડ ભરી સર્વ કર્યું છે, જે એક પરફેક્ટ પાર્ટી ડેઝર્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. દૂધી હલવા માટે
  2. 1દૂધી
  3. 1 1/2 કપદૂધ
  4. 1/2 કપખાંડ
  5. 100 ગ્રામમાવો
  6. સહેજ લીલો રંગ
  7. 2એલચી
  8. 1 મોટી ચમચીસમારેલ બદામ
  9. 1 મોટી ચમચીસમારેલ પિસ્તા
  10. કેસર ના તાંતણા
  11. 1 મોટી ચમચીઘી
  12. અલમોન્ડ શ્રીખંડ માટે
  13. 11/2 કપહંગ કર્ડ
  14. 3 મોટી ચમચીબદામ(ગરમ પાણી માં પલાાળી ને છાલ ઉતારી)
  15. 3/4 કપખાંડ
  16. 1/4 નાની ચમચીઅલમોન્ડ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ઘી ગરમ કરી તેમાં એલચી સંતળો.

  2. 2

    સમારેલ બદામ પિસ્તા સાંતળી,તેમાં માવો સાંતળો.1/2 કપ દૂધ ઉમેરી માવો નરમ પડે અને દૂધ શુષ્ક થાય એટલે ગેસ બંદ કરી બાજુ પર મૂકો.

  3. 3

    બીજી તપેલીમાં ખમણેલી દૂધી ને 1 કપ દૂધ સાથે પકવો. તેમાં તૈયાર કરેલ માવા નું મિશ્રણ ઉમેરી હલાવો.

  4. 4

    તેમાં ખાંડ ઉમેરી સતત પકવો, લીલો રંગ ઉમેરી મિક્સ કરો.હલવો બાજુ છોડે એટલે ગેસ બંદ કરો.

  5. 5

    ઠંડુ પડે એટલે ગ્રીઝ કરેલ લાઈનર પર હલવો દબાવી ને લાઈનર નઆકાર ની જેમ જ લગાડી ફ્રિજ મા સેટ કરવા મુકો.

  6. 6

    અલમોન્ડ શ્રીખંડ માટે પલાળેલા બદામ ને ખાંડ સાથે બ્લેન્ડ કરી ઝીણું વાટી લો.

  7. 7

    હંગ કર્ડ માં બદામ સાથે ની ખાંડ નું મિશ્રણ ઉમેરો, અલમોન્ડ એસેન્સ ઉમેરી મિક્સ કરો. ફ્રિજ માં 1કલાક ઠંડુ કરવા મુકો.

  8. 8

    1 કલાક ફ્રિજ માં સેટ કરવા મુકેલ લાઈનર ને બહાર કાઢી હલવો હળવે થી લાઈનર ની બહાર કાઢો.

  9. 9

    તેમાં વચ્ચેના ભાગ પર શ્રીખંડ ભરી, પિસ્તા,બદામ અને કેસર ના તાંતણા થઈ સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Safiya khan
Safiya khan @cook_12364620
પર
Vapi
I m science graduate, started loving cooking at 19 .. like to cook food from whatever is in my kitchen.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes