સ્ટફ મુગલાઈ પરોઠા

Jalpa Soni
Jalpa Soni @cook_16699225

#ભરેલી આ પરોઠાં જેવું નામ છે ખાવામાં એવા જ ટેસ્ટી લાગે છે આ પરોઠા તમે સવારે નાસ્તામાં અથવા રાત્રે ડિનરમાં બનાવી શકો છો

સ્ટફ મુગલાઈ પરોઠા

#ભરેલી આ પરોઠાં જેવું નામ છે ખાવામાં એવા જ ટેસ્ટી લાગે છે આ પરોઠા તમે સવારે નાસ્તામાં અથવા રાત્રે ડિનરમાં બનાવી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. ૧ કપ છીણેલી કોબી
  2. 1 કપછીણેલું ગાજર
  3. ૨ નંગ બારીક સમારેલી ડુંગળી
  4. 50 ગ્રામખમણેલું પનીર
  5. ૧ નંગ બારીક સમારેલું કેપ્સીકમ
  6. ૧ નંગ બાફીને છીણેલું બટેટુ
  7. અડધો કપ બાફીને મેશ કરેલા વટાણા
  8. છીણેલું આદુ
  9. બારીક સમારેલી કોથમીર
  10. ૧ ચમચી લાલ મરચું
  11. ૧ નાની ચમચી હળદર
  12. 1 ચમચીધાણાજીરું
  13. ૧ નાની ચમચી જીરૂ
  14. 2cheese cube
  15. સ્વાદ પ્રમાણે મીઠું
  16. લોટ બાંધવા ની સામગ્રી
  17. ૧ વાટકો ઘઉં નો લોટ અથવા મેંદાનો લોટ
  18. સ્વાદ પ્રમાણે મીઠું
  19. 3 ચમચીતેલ
  20. પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટમાં તેલ મીઠું નાખીને લોટ બાંધી લેવો પછી લોટને સાઈડમાં ત્રીસ મિનિટ ઢાંકીને મૂકી દેવો પછી એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જીરું બારીક સમારેલી ડુંગળી કેપ્સિકમ ગાજર બધું નાખીને ૩ થી ૪ મિનિટ સાંતળવું પછી તેમાં બટેટાનો માવો વટાણા બાકી રહેલા બધા શાકભાજી નાખીને સારી રીતે મિક્સ કરવું પછી લાલ મરચું હળદર ધાણાજીરું સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરવું અને એક મિનિટ પછી ગેસ બંધ કરી દેવો પછી તેમાં ચીઝ ખમણી ને નાખવું અને મિક્સ કરવું સ્ટફિંગ ને

  2. 2

    પછી લોટનો એક લૂઓ બનાવી મોટી રોટલી વણવી પછી તેમાં વચ્ચેની સ્ટફિંગ મૂકીને મનગમતો પરોઠા નો શેપ આપો પછી તવી ઉપર ધીમા તાપે પરોઠા ને શેકી લેવા તેલ અથવા બટર માં

  3. 3

    ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી ગરમ ગરમ સ્ટફ મુગલાઈ પરોઠા દહીં ટમેટો સોસ ગ્રીન ચટણી સાથે સર્વ કરવા

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Soni
Jalpa Soni @cook_16699225
પર

ટિપ્પણીઓ

Similar Recipes