બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#india2020
#વેસ્ટ
બુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮ થી ૯ નંગ
  1. ૧+૧/૨ બાઉલ ચણાનો લોટ
  2. ચપટી ગ્રીન ફુડ કલર
  3. ચપટી રેડ ફૂડ કલર
  4. 1બાઉલ ખાંડ
  5. 1/2 બાવલ ચાસણી માટે પાણી
  6. 2 ચમચીમગજતરીના બી
  7. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  8. તળવા માટે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટની ચાળી લો. તેમાં જરૂર મુજબ પાણી એડ કરી થોડું થીક બેટર તૈયાર કરો. ્

  2. 2

    હવે તે બેટર ને 2 બાઉલ માં થોડું થોડું લઈ લો. એક બાઉલમાં ગ્રીન કલર અને બીજા બાઉલમાં રેડ કલર એડ કરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    ચાસણી બનાવવા માટે એક પેનમાં ૧ વાટકી ખાંડ 1/2વાટકી પાણી લઇ એક તાર થી ઓછી ચાસણી તૈયાર કરો. તેમાં ઇલાયચી પાઉડર એડ કરો. ઢાંકીને રહેવા દો.

  4. 4

    બુંદી બનાવવા માટે તેલ ગરમ થાય એટલે કાણાવાળા ઝારા વડે અથવા ચારણીમાં ચમચા વડે બેટર એડ કરી બુંદી તળી લો.(દરેક વખતે બુંદી પાડતી વખતે જારા ને ધોઈને use કરવો)

  5. 5

    આ રીતે બધી બુંદી તળી ને તૈયાર કરો.(બુંદીને કડવાની તળવા નથી.)

  6. 6

    હવે બધી બુંદીને ગરમ ચાસણીમાં એડ કરી દસ મિનિટ ઢાંકીને રહેવા દો. દસ મિનિટ બાદ તેમાં મગજતરી ના બી એડ કરી લાડુ વાડી તૈયાર કરો. તૈયાર છે કલરફૂલ બુંદી ના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes