રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
Surat

#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ .

રાઈઝ ઉત્તપમ (Rice Uttapam)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ચોખા ઘર માં ભાત વધ્યો છે તો ચિંતા છોડો ચાલો બનાવીએ વધેલા ભાત માંથી રાઈઝ ઉત્તાપમ…અને નથી વધ્યો તો 1 ભાત બનાવી લો અને ફ્રેશ ભાત માંથી બનાવો રાઈસ ઉત્તપમ…આ એક ખુબજ સરળ વાનગી છે આથો લાવવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો. આજે જ ટ્રાય કરો લેફ્ટ ઓવર રાઈઝ ઉત્તપમ/ રાઈસ ઉત્ત્પમ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ થી ૨ કપ રાંધેલો ભાત
  2. ૨ મીડીયમ કાંદા સ્લાઈઝ કરેલા
  3. ૨ ટમેટા
  4. ૨ કેપ્સીકમ
  5. લીલા મરચાં ઝીણા કાપેલા
  6. ૧-૨ ચમચી આદુ-મરચાં ની પેસ્ટ
  7. ૨ કપ રવો
  8. 1 કપચોખા નો લોટ
  9. ૨-૩ કપ છાશ/ દહીં (બંને માંથી જે હોય તે લઇ શકાય)
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. 2 ચમચીજીરૂ
  12. કોથમીર
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1) એક બાઉલ માં રવો લો.હવે તેમાં 1 કપ ચોખા નો લોટ લો.તેમાં 2 ચમચી ચણા નો લોટ નાખો

  2. 2

    હવે તેમાં ભાત નાંખી મિક્સ કરી તેમાં મીઠું અને છાશ/ દહીં (બંને માંથી જે હોય તે લઇ શકાય) નાંખી મિક્સ કરી લો.

  3. 3

    હવે એક બાઉલ માં ૨ મીડીયમ કાંદા સ્લાઈઝ કરેલા, ટમેટા, કેપ્સીકમ અને લીલા મરચાં બારીક સમારી લો

  4. 4

    હવે આ કાંદા સ્લાઈઝ કરેલા, ટમેટા, કેપ્સીકમ રવા માં નાંખી અને લીલા મરચાં આદુ-મરચાં ની પેસ્ટ,જીરુ, હળદર અને મીઠું નાખી હલાવી લો.પછી લાસ્ટ માં કોથમીર અને રાઈસ નાંખી બરાબર હલાવી લો. ૧/૨ કલાક રાખી મુકો. તરત પણ બનાવી શકાય પણ રવો ને બધુ બરાબર સોસાઈ જાય એટલે 30 મિનીટ રાખી પછી બનવા.

  5. 5

    હવે નોન સ્ટીક પેનમાં નાના-નાના ઉત્તપમ આ રીતે મુકાે.
    ને તેના પર તેલ લગાવો. એક પેન માં ૪-૫ કરવાથોડા પાછળ ની સાઈડ થી બ્રાઉન થાય એટલે સાઈડફેરવી લો.

  6. 6

    બીજી બાજુ ફેરવી લીધા પછી અે સાઈડ પણ તેલ લગાવી બ્રાઉન કલર થાય ત્યાં સુઘી શેકી ગરમાગરમ સર્વ કરો..

  7. 7

    તો રેડી છે રાઈઝ ઉત્તપમ, ગરમાગરમ સર્વ કરો.તમે કેચપ અને કોથમીર ની ચટણી સર્વ કરી શકાય. તો આજે જ બનાવો આ રાઈસ ઉત્ત્પમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes