વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)

આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏
વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા સીટ બનવાની રીત:- મેંદા માં મોણ અને મીઠું નાખી ને લોટ બાંધી લો તેમાંથી પાતળી પાતળી રોટલી વણી ને કાચી પાકી સેકી લો
- 2
વ્હાઈટ સોસ બનાવવા ની રીત:- એક કડાઈ મા બટર મૂકી તેમાં એક ચમચી મેંદો નખી ને ગોલ્ડન બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી સેકી લો પછી તેમાં દૂધ નાખી ને હલાવી ને થોડો જાડો થાય એટલે તેમાં ખાંડ મીઠું અને કાળા મરી નો પાઉડર નાખી ને હલાવી લો સોસ ત્યાર છે
- 3
રેડ સોસ બનાવવા ની રીત:- એક કડાઈ મા તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાખી ને સાતડો પછી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી ને હલાવી ને સાતડો પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખી ને ચડવા દી બધું ચડી જાય એટલે તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ ખાંડ મીઠું મરચું નાખી ને હળવો સોસ ત્યાર છે
- 4
વેજીટેબલ બનાવની રીત:- બધા શાક ને ધોઈ ને જીણા સમારી લો મેક્રોની ને પાણી મા તેલ નખી ને બાફી લો મકાઈ ને બાફી લો હવે એક કડામાં માં બટર મૂકી તેમાં૫ મિનિટ વેજીટેબલ સાતડો પછી તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું અને મરી પાઉડર નાખી ને સોટે કરી લો વેજીટેબલ ત્યાર છે
- 5
લઝનિયા ત્યાર કરવાની રીત:- માઇક્રોવેવ પ્રૂફ બાઉલ લઈ તેમાં નીચે રેડ સોસ લગાવી ઉપર પાસ્તા સીટ મૂકી તેની પર વ્હાઈટ સોસ લગાવી તેની પર વેજીટેબલ મૂકી ને ચીઝ છીની ને નાખવું એના પર બીજી પાસ્તા સીટ મૂકી ને રેડ સોસ લગાવી ને ઉપર થી વેજીટેબલ મૂકી ને તેની પર પાસ્તા સીટ મૂકી ઉપર વ્હાઈટ સોસ લગાવી ઉપર ચીઝ છિની ને નાખવું
- 6
આ રીતે ૩/૪ લેયર કરવા
- 7
૩/૪ લેયર કરી ને ડિશ ત્યાર કરવી અને પછી તેને ૧૦ મિનિટ માટે માઇક્રો કરવું
- 8
આપડા લાઝાનીયા ત્યાર છે તેને ગરમા ગરમ સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (22)