કચ્છી કડક (Katchhi Kadak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટાકાને મેશ કરીને લેવા હોય તો મેશ કરીને લઈ શકો. અથવા ઝીણા સમારીને લઈ શકો છો. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરુ, લીમડો, હિંગ, હળદર,દાબેલી મસાલો, પ્યૂરી કરેલા ટામેટા એડ કરી બરાબર સાંતળી લો.
- 2
ત્યાર પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર,સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને તેને બરાબર હલાવો. હવે પછી તેમાં મેશ કરેલા બટાકા અથવા ઝીણા સમારેલા બટાકા ઉમેરીને બરાબર હલાવી લો.
- 3
બધું મિક્સ થઇ જાય પછી તેમાં એક કપ પાણી ઉમેરી દો. હવે તેને થોડીવાર ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો. હવે પછી તેમાં મસાલા સીંગ ના દાણા, લીલા ધાણા એડ કરી ગેસ બંધ કરી દો.
- 4
પ્લેટ સર્વ કરવા માટેની રીત સૌપ્રથમ એક પ્લેટમાં ટોસ્ટ અથવા બ્રેડ ના ટુકડા મૂકી તેના પર આ ગ્રેવી જરૂર મુજબ એડ કરો પછી તેના પર ખજૂર આમલીની ચટણી, લાલ ચટણી,લીલી ચટણી, ઝીણા સમારેલા કાંદા, મસાલા સીંગ, સેવ,અને લીલા ધાણા ઉમેરીને ગાર્નિશ કરો.
- 5
હવે કચ્છી કડક સર્વ કરવા માટે તૈયાર છે....આ રેસિપી ખાવા મા ચાટ પટી અને સ્વાદ મા સારી લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ (2)