શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)

Bindi Shah
Bindi Shah @cook_24564889
Gujarat

ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.
#GA4
#week16
#biryani

શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)

ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.
#GA4
#week16
#biryani

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 4 કપદાવત બિરયાની રાઇસ બાફેલા
  2. 1/2 કપફણસી
  3. 1/2મટર
  4. 1/2 કપકોબી
  5. 1/2 કપગાજર
  6. 1/2 કપફલાવર
  7. 1 નંગબટેટુ
  8. 1 નંગટામેટાં
  9. 1 નંગડુંગળી
  10. 2 ચમચીઆદુ,મરચા,લસણ ની પેસ્ટ
  11. 1 ચમચીબિરયાની મસાલો
  12. 1 ચમચીમરચા પાઉડર
  13. ચપટીહળદર
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. કેસર 5 થી 7 સરી
  16. 6બદામ સમારેલી
  17. 7કાજુ કટકા
  18. 7-8 નંગકીસમીસ
  19. 1/2 કપપાલક પ્યુરી
  20. 2તજ
  21. 4લંવીગ
  22. 2ઇલાયચી
  23. 3તેજપતા
  24. 3સુકા મરચા
  25. 5લીમડો પતા
  26. 100 ગ્રામપનીર

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    દહીં મા ચણાનો લોટ,મીઠું,મરચા પાઉડર,ધાણા જીરું,ગરમ મસાલો મીકસ કરી હલાવવું તેમા પનીર ને મેરીનેટ કરી રહેવા દેવું. રાઇસ ને 2 કલાક પલાળીને તજ,લવિંગ ઇલાયચી મીકસ કરી બનાવવા.

  2. 2

    રાઇસ ના 3 ભાગ કરવા. કડાઇ મા બટર અથવા ઘી મુકી લીમડો,તજ,લંવીગ તેજપતા,સુકા મરચા,આખુ જીરું મુકી આદુ મરચા લસણ પેસ્ટ સાતળવી પછી ડુંગળી ઝીણી સમારેલી,ટામેટાં ઝીણા સમારેલા,વેજીટેબલ મીકસ કરી સાતળવા તેમા મટર બોઇલ્ડ કરેલામીકસ કરવા.મીઠું સ્વાદ પ્રમાણે,બિરયાની મસાલો,રાઇસ,મરચાં પાઉડર,હળદર ચપટી મીકસ કરી હલાવવું.

  3. 3

    કડાઇમા બટર મુકી આદુ,મરચાં,લસણ પેસ્ટ સાતળવી તેમા પાલક પ્યુરી મીકસ કરી સાતળવી પછી રાઇસ મીકસ કરી મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી હલાવવું.સાઇડ મા રાખવુ.

  4. 4

    કડાઇ મા ઘી મુકી લીમડો,તજ,લવિંગ,ઇલાયચી મુકી બદામ,કાજુ સાતળવા પછી રાઇસ,કીસમીસ મીકસ કરી હલાવવું.

  5. 5

    બેક ડીશ અથવા હાંડી મા પહેલા વેજીટેબલ બિરયાની,પછી ડૉયફુટ બિરયાની પછી ગ્રીન બિરયાની પાથરવી પછી ઉપર પનીર ટીકકા સોંટે કરી મુકવું ઉપર કેસર નુ પાણી નાખવું. બેક કરી અથવા હાંડી ને ગરમ કરી ગરમ ગરમ બિરયાની પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Shah
Bindi Shah @cook_24564889
પર
Gujarat

ટિપ્પણીઓ (15)

Reyhan❤️
Reyhan❤️ @reyhan_1376
خیلی با سلیقه هستید بانو😘🌹

Similar Recipes