અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)

સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ધોઈને સાબુદાણા ડૂબે એટલા જ પાણીમાં ત્રણથી ચાર કલાક માટે પલાળી રાખવા. બટાકાને બાફીને છોલી લેવા. હવે બાફેલા બટાકા ને છીણી લેવા. હવે બટાકા, શિંગદાણાનો ભૂકો, સિંધવ, મીઠું, ખાંડ, લીંબુ, આદુ, મરચા, કરી પત્તા અને લીલા ધાણાને સાબુદાણામાં ઉમેરીને બધું બરાબર હલાવી લેવું.
- 2
હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી એક સરખા 20 ગોળા બનાવી લેવા. હવે અપ્પે પેનને મીડીયમ તાપે ગરમ કરી એમાં થોડું તેલ ઉમેરીને તૈયાર કરેલા ગોળા એમાં મૂકી દેવા. ઢાંકીને એક બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકાવી લેવું. હવે એને પલટાવીને ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી પકાવવું.
- 3
આ રીતે બધા સાબુદાણા વડા અપ્પે પેન માં તૈયાર કરી લેવા.
- 4
સાબુદાણા વડાને લીલા ધાણા, લીલા મરચાં, શિંગદાણા અને દહીંની ચટણી સાથે પીરસવા.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)