મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)

શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે.
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)
શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી ફુલાવર ગાજર બટાકા વટાણા ને સમારી એક ચારણી માં લઇ લેવા.
- 2
ત્યારબાદ નીચે બીજા વાસણ માં પાણી મૂકી ઉપર ચારણી મૂકી વરાળે બાફવા.
- 3
લીલી ડુંગળી અને લીલું લસણ ઝીણું સમારવું. ટામેટા અને કેપ્સીકમ ને પણ સમારી લો.
- 4
કડાઈ માં તેલ લઇ ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગ નાખવું. ત્યારબાદ લીલી ડુંગળી અને લીલું લસણ નાખી દેવું. થોડું કુક થાય એટલે તેમાં ટામેટા અને કેપ્સીકમ નાખવા.
- 5
હવે તેમાં લાલ મરચું, ધાણાજીરૂ, હળદર અને પાઉંભાજી મસાલો નાખી શેવું. ત્યારબાદ તેમાં બાફેલા શાક ઉમેરી સમારેલી પાલક નાખવી. મીઠું નાખી સરખું મિક્ષ કરી ને થોડી વાર ઢાંકી ને કુક કરવું. ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર નાખી દેવા.
- 6
તૈયાર છે મિક્સ દેશી શાક. ગરમ ગરમ પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (9)