ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)

ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ના દાણા ને પીસી લો. ત્યાર બાદ 3 ચમચા તેલ મૂકી માઇક્રો વેવ કરી લો. ત્યાર બાદ રાઈ, હળદર, હીંગ મૂકી ફરી 1 મિનિટ માઈક્રો વેવ કરી ને પીસેલી તુવેર એડ કરી મીઠું, લીલાં મરચાં ની પેસ્ટ નાંખી કુક થાય ત્યાં સુધી માઈક્રો કરો ત્યાર બાદ ગરમ મસાલો, તજ પાઉડર, લવિંગ પાઉડર, તલ, ધાણા જીરું, ખાંડ નાંખી કુક કરો. ત્યાર બાદ લીંબુ નો રસ, લીલાં ધાણા, લીલું લસણ નાખી મિક્સ કરી ને કુક કરી લો. આ સ્ટફિંગ ને ઠંડુ કરી લો.
- 2
હવે રોટલી નો લોટ લઈ તેમાં તેલ અને મીઠું નાખી પરાઠા જેવો લોટ બાંધી લો. ત્યાર બાદ તેમાં થી પૂરી વણી ને આ સ્ટફિંગ ભરી ને ઘૂઘરા નો શેપ આપી દો.
- 3
ત્યાર બાદ ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 4
હવે એક સર્વિગ પ્લેટ માં ઘૂઘરા કચોરી લઈ તેમાં લીલાં ધાણા મરચાં ની ચટણી, ખજૂર આંબલી ની ચટણી, મીઠું દહીં, જીણી સમારેલી ડુંગળી, નાયલોન સેવ નાખો.
- 5
તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટું ઘૂઘરા કચોરી.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (2)