ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)

ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને બે વાર પાણી થી ધોઈ સ્વચ્છ કરી લેવા. પલાળેલા પૌવા માં હળદર પાઉડર, મીઠું,દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરવા.લીંબુનો રસ જરૂર મુજબ લઈ ફરીથી મિક્સ કરી લેવા.
- 2
આ પૌવા ને સ્ટીમ કરવાના હોવાથી, એક ઊંડા વાસણમાં પાણી ને ગરમ કરવા મૂકવું. આ વાસણ પર એક જાળી વાળું વાસણ મૂકી તેમાં પૌવા ને ટ્રાન્સફર કરી લેવા અને જાળીદાર વાસણ ને ઢાંકી દેવું. 2 મિનિટ પછી પૌવા નું ઢાંકણ ખોલી હળવે હાથે થી મિક્સ કરી ફરીથી ઢાંકણ દહીં 3 મિનિટ સુધી સ્ટીમ થવા દેવું. સ્ટીમ થઈ જાય ગેસ બંધ કરી દેવો.
- 3
વધાર માટે એક પેન માં તેલ નાખી તેલ ગરમ કરી પછી તેમાં જીરું, વરીયાળી,મીઠો લીમડો અને હિંગ ઉમેરી વધાર કરી તેમાં સમારેલા લીલાં મરચાં અને શીંગદાણા ઉમેરી દેવા. તડકા ને ગેસ પર થી ઉતારી અને સ્ટીમ થયેલાં પૌવા ને ડીશ માં લઇ તેની ઉપર વધાર કરી હળવે હાથે થી મિક્સ કરી તેના ઉપર સમારેલાં ટામેટાં,કાંદા, પાપડ અને સેવ નાખી સર્વ કરો.
- 4
ઈન્દોરી પૌવા તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
- પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
- મેથી ઢોકળાં (Methi Dhokala recipe in Gujarati) (Jain)
- કાળી દ્રાક્ષ અને કાચી કેરીનું અથાણું (black grapes and mango pickle recipe in Gujarati)
- છત્તીસગઢ પરંપરાગત સ્વીટ ખુરમી (Chhattisgarh Traditional Sweet Khurmi Recipe In Gujarati)
- રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)







ટિપ્પણીઓ (10)