ગુવાર ઢોકળી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટે એક ખાંડણીમાં લસણ લાલ મરચું પાઉડર મીઠું અનેગાંઠીયા કોથમીર નાખી ખાંડી લેવું
- 2
હવે ઢોકળી નો લોટ બાંધવા માટે એક બાઉલમાં ચણાનો અને ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અજમો બનાવેલી લસણની ચટણી લાલ મરચું પાઉડર હિંગ ખાવાનો સોડા અને તેલ નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેવો પછી તેને તેલ નાખીને મસળીને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દેવો
- 3
10 મિનિટ પછી લોટને ફરીથી મસળી તેમાંથી ઢોકળી બનાવી લીધી
- 4
હવે શાક બનાવવા માટે એક કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો હિંગ અને લસણની ચટણી નાખી તેમાં હળદર અને લાલ મરચું પાઉડર નાખી ગુવાર નાખી મિક્સ કરી બે મિનિટ સાતડવું
- 5
પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી નાખી તેમાં ઢોકળી બનાવેલી નાખી ગોળ નાખીમિક્સ કરી કુકર બંધ કરી 3 થી 4 સીટી વગાડી લેવી
- 6
પછી કુકર ખોલી તેની અંદર લીંબુનો રસ નાખી કોથમીર નાખી મિક્સ કરી ગરમાગરમ શાકને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ