સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુરતની વખણાયેલી વાનગી અને નાસ્તામાં ગરમ ગરમ મળી જાય તો જલસા પડી જાય. આ સિવાય તમે બટર ઉમેરી શકો અને લીલું લસણ ઉમેરો એટલે ચીઝ ગાલીર્ક લોચો તૈયાર થઈ જાય.

સુરતી લોચો (Surti Locho Recipe in Gujrati)

#સુરતની વખણાયેલી વાનગી અને નાસ્તામાં ગરમ ગરમ મળી જાય તો જલસા પડી જાય. આ સિવાય તમે બટર ઉમેરી શકો અને લીલું લસણ ઉમેરો એટલે ચીઝ ગાલીર્ક લોચો તૈયાર થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ થી ૫ વ્યક્તિ
  1. 1 વાટકીચણાની દાળ
  2. 3 ચમચીઅડદની દાળ
  3. 3 ચમચીમગની દાળ
  4. 3 ચમચીપૌંઆ
  5. 3 ચમચીચણાનો લોટ
  6. 1 કપદહીં
  7. 2-2+૧/૨ ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  8. 2 ચમચીઆદુની પેસ્ટ
  9. ૧/૨ ચમચી હળદર પાવડર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૪ ચમચી ખાવાનો સોડા/ઈનો
  12. 4 ચમચીતેલ
  13. ચટણી માટે
  14. 1 કપખમણના ટુકડા
  15. 1 કપકોથમીર
  16. 2લીલાં મરચાં
  17. ૧/૨" આદું
  18. 1થી ૧+૧/૨ ચમચી ખાંડ
  19. ૧/૪ ચમચી લીંબુનો રસ
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ૧/૨ કપ ચીઝ લોચા માટે છીણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળને એક બાઉલમાં અને મગ-અડદ દાળને અલગ બાઉલમાં ૪ કલાક માટે પલાળી રાખો. ૪ કલાક બાદ દાળ ધોઈને મિક્સરમાં દહીં અને પલાળેલા પૌંઆ નાખી વાટી લો. ૪ થી ૫ કલાક માટે ખીરુ આથો લાવવા માટે મૂકી દો.

  2. 2

    આથો આવી જાય એટલે ઢોકળીયામા પાણી ગરમ કરવા મૂકો. હવે ખીરામાં આદુ, મરચાં, મીઠું, તેલ, સોડા, હળદર પાવડર, ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવી લો. ખીરૂ ચમચાથી રેડી શકાય એવું રાખવું. તલથી ગ્રીસ કરેલી થાળીમાં ખીરુ રેડી દો. ૧૦ થી ૧૨ માટે બાફવા મૂકો.

  3. 3

    ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી વાટી લો. ૧/૨ થી ૧/૪ કપ પાણી રેડી બરાબર મિક્સ કરી લો. ચટણી માટે ખમણ બનાવવા લોચાનુ ખીરુ પાતળું કરવા પહેલાં નાની ડિશમાં કાઢો અને બાફી લો.

  4. 4

    ૧૦ થી ૧૨ મિનિટ બાદ થાળી કાઢી ડિશમાં કાઢો અને તેલ, ડુંગળી, ચટણી, સેવ ઉમેરો તેમજ મસાલો છાંટો.

  5. 5

    ચીઝ લોચા માટે લોચા ઉપર છીણેલું ચીઝ પાથરો અને ૨ થી ૩ મિનિટ માટે ઢોકળીયામા મૂકો. ચીઝ ઓગળે એટલે મસાલો છાંટો.

  6. 6

    બીજી ફ્લેવર્સ માટે તેલને બદલે બટર ઉમેરી શકો. તેમજ લીલું લસણ અને બટર ઉમેરો એટલે ગાલીર્ક બટર લોચો તૈયાર કરી શકો. ચીઝ ઉમેરો એટલે ‌ચીઝ ગાલીર્ક બટર લોચો તૈયાર થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes