દહીવડા (Dahiwada Recipe In Gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

#મોમ
મારા પપ્પા ને દહીવડા ખૂબ જ ભાવે..મમ્મી તો અત્યારે હયાત નથી એટલે પપ્પા જ મારા સર્વસ્વ છે. આજ હુ આમની પસંદ ના દહીવડા ની રેસીપી મુકું છું

દહીવડા (Dahiwada Recipe In Gujarati)

#મોમ
મારા પપ્પા ને દહીવડા ખૂબ જ ભાવે..મમ્મી તો અત્યારે હયાત નથી એટલે પપ્પા જ મારા સર્વસ્વ છે. આજ હુ આમની પસંદ ના દહીવડા ની રેસીપી મુકું છું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. વડા માટે
  2. ૨ વાટકીઅળદ ની દાળ
  3. ૧|૨ વાટકી મગ ની પીળી દાળ
  4. 1 ચમચીઆખુ જીરું
  5. ૧ ચમચીમીઠુ ૧|૨ ચમચી હિંગ
  6. 1 ચમચીઆદૂ મરચા ની પેસ્ટ
  7. ૩-૪ટૂકડા બરફ
  8. અડધો બોઉલ પાણી
  9. 1 ચમચીખાંડ
  10. ૧ ચમચીકિસમિસ
  11. સર્વ કરવા
  12. ખાંડ નાખેલું મીઠુ દહી
  13. ગળી ચટણી
  14. લાલ મરચાની ભુકી
  15. શેકેલુ જીરું પાવડર
  16. સંચળ પાવડર
  17. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને દાળ ને અલગ અલગ ૫ થી ૬ કલાક પલળી લેવી.પછી મિક્સર મા નીતરી ને વાટી લેવી. પાણી જરા પણ હોવુ ના જોઈએ.

  2. 2

    હવે એક મોટા બોઉલ મા આ મિશ્રણ કાઢી લેવુ તેમા એક ચમચી આખુ જીરું થોડુ મીઠુ અને કિસમિસ ના ટૂકડા અને આદૂ મરચું ની પેસ્ટ નાખી મિક્ષ કરવુ

  3. 3

    હવે એક બરફ નો ટૂકડો લઈ તેને મિશ્રણ મા નાખી એક જ બાજુ મિશ્રણ ને ફેટવુ.એક જ દિશા મા ફેટ્વુ. મિનિમમ ૬ થી૭ મિનિટ ફતવાથી મિશ્રણ હલકુ અને પ્લફિ થસે કલર પણ બદલાસે. જેમાં ૩ થી ૪ બરફ ના ટૂકડા વપરાઈ જાય છે. બરફ વપરાતા મિશ્રણ મા હવા જસે જેથી મિશ્રણ હલકુ થસે ને વડા અકળામ પોચા ને મોમા જત ઓગળી જ્સે.જ્યારે મિશ્રણ હલકુ લગાવ મળે છે

  4. 4

    હવે એક પેન મા તેલ ગરમ કરી વડા ને એક જ સાઈઝ ના મિડિયમ ગેસ પર તળી લેવા.

  5. 5

    બધા વડા તળાંય જાય એટલે એક બોઉલ મા પાણી લઈ તેમા અડધી ચમચી મીઠુ હિંગ અને ખાંડ નાખી પાણી હલાવી લેવુ. પછી તેમા ઠન્ડ પડેલા વડા નાખી દેવા.ઉપર એક કટકુ થકી દેવું જેથી બધા વડા બરાબર બોળાય ને ફુલી જાય.અડધો કલાક પછી કટકુ કાઢી લઈ જોય તો વડાંફુલી ને સાઈઝ વધી ગાય હસે. હવે એક એક વડા ને ધીમે થી પાણી નિચવિ ને એક બોઉલ મા ગોઠવવા

  6. 6

    દહી મા ખાંડ નાખી ને બ્લેન્ડર ફેરવી લેવુ.
    એક પ્લેટ મા વડા ગોઠવવા..તેની ઉપર મીઠુ દહી રડવું.ગળી ચટણી રેડ્વી. શકેલ જીરું પાવડર છટ્વો. લાલ મરચું પાવડર છતવો. સંચળ પાવડર છટ્વો. પછી લીલા ધાણા નાખી સર્વ કરવુ..તૈયાર છે ટેસ્ટી દહીવડા..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

ટિપ્પણીઓ (2)

Similar Recipes