પુરણ પોળી (Puran puri recipe in gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#મોમ
મારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️

પુરણ પોળી (Puran puri recipe in gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#મોમ
મારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. મોણ માટે તેલ
  3. 1 વાટકીતુવેરની દાળ
  4. 1 વાટકીથી થોડી ઓછી ખાંડ
  5. 1 વાટકીજેટલું ઘી
  6. ચપટીજેટલો એલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કાથરોટ માં લોટ લઈ તેમાં જરૂર પ્રમાણે મોણ નાખી રોટલી નો લોટ બાંધી લો. હવે થોડીવાર માટે ઢાંકીને રાખો.

  2. 2

    હવે કુકરમાં દાળ ને ચડવા માટે મૂકી દો. દાળ ચડી જાય એટલે તેને ચમચાની મદદથી હલાવીને સરસ માવો બનાવી લો.

  3. 3

    હવે એક કડાઈમાં થોડું ઘી ગરમ કરી તેમાં દાળ નો માવો નાખી દો બરાબર હલાવી તેમાં ખાંડ નાખી મિક્સ કરો. સરસ રીતે ધટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારીને ઠંડું થવા દો.

  4. 4

    હવે લોટ માંથી નાના લુઆ બનાવી તેમાંથી બે નાની રોટલી વણી લો. પછી એક રોટલી પર દાળ નું પુરણ સરખી રીતે લગાવી દો પછી બીજી રોટલી તેનાં પર રાખી હળવા હાથે એક બે વેલણ ફેરવી વણી લો.

  5. 5

    તવા ને ગરમ કરો.ગરમ થી જાય એટલે તેમાં રોટલી ને બંને બાજુએ ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી શેકી લો. ગરમ રોટલી પર થોડું ઘી લગાવી દો.નોર્મલ રીતે રોટલી માં ઘી લગાવી એ તેના કરતાં વધારે ઘી લગાવવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes