રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.
#મોમ

રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)

મારી મમ્મી ને રવા મસાલા ઢોસા ખૂબ જ ભાવે છે એટલે એના માટે મેં સ્પેશિયલી મધર્સ ડે ના દિવસે રવા ઢોસા બનાવ્યા છે.
#મોમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. રવા ઢોસા માટે ની સામગ્રી
  2. 1 કપરવો
  3. ૧/૨ કપ ચોખા નો લોટ
  4. ૧/૪ કપ મેંદા નો લોટ
  5. 1બારીક સમારેલા કાંદા
  6. 1 ચમચીજીરૂ
  7. ઝીણો સમારેલો મીઠો લીમડો
  8. ઝીણી સમારેલી કોથમીર
  9. 1 ચમચીલીલુ મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  12. તજ પાવડર
  13. બટર
  14. 1 ચમચીલીલુ મરચું
  15. સંભાર માટે ની સામગ્રી
  16. 1 કપબાફેલી તુવેર દાળ
  17. ૧/૨ ઝીણું સમારેલું ટમેટું
  18. ૪-૫ નંગ મીઠો લીમડો
  19. ૮-૧૦ નંગ ક્રશ કરેલા મોરા દાણા
  20. ૫-૬ નંગ મેથી
  21. આદું પેસ્ટ
  22. મીઠું
  23. 1 ચમચીગોળ
  24. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઢોસા બનાવવા માટે એક બાઉલમાં રવો મેંદો અને ચોખા ના લોટ ને મિક્સ કરી ૨ કપ પાણી નાખી એમાં જીરું તજ પાવડર લીલા મરચા કાંદા કોથમીર લીમડો મીઠું નાખીને બરાબર હલાવી ૧.૫ કપ પાણી નાખી ૨૦ મિનિટ માટે બોળાવા દેવું.

  2. 2

    ત્યારબાદ ૨૦ મિનિટ પછી હલાવી નોન સ્ટીક તવા પર છૂટું ખીરું પાથરવું અને બટર લગાવી થોડો લાલ થવા આવે એટલે ગેસ પરથી ઉતારી લેવું.

  3. 3

    સંભાર બનાવવા માટે બાફેલી તુવેર દાળ ને ક્રશ કરી તેમાં લાલ મરચું મીઠું હળદર ગોળ લીંબુનો રસ ટામેટું ક્રશ કરેલા દાણા નાખી ઉકાળવું. ત્યારબાદ વઘાર માટે એક વઘારિયા માં ૧ ચમચી તેલ મૂકી જીરું રાઈ નાંખી લીમડા ના પાન નાખી હીંગ કાશ્મીરી લાલ મરચું અને મેથી દાણા નાખી દાળ માં વઘાર નાખી દેવો.

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

ટિપ્પણીઓ

Similar Recipes