દૂધીનો ભૂકો (Doodhino Bhooko Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ2
#ફલોર્સ_લોટ
#week2
#માઇઇબુક #પોસ્ટ૩૦

દૂધીનો ભૂકો એ એક વિસરાતી જતી વાનગી છે. જ્યારે પહેલાં ગેસ અને કૂકર ન હતા ત્યારે આ વાનગી વધુ પ્રમાણમાં બનતી. એ આજે મુઠીયાના રુપમાં બંને છે. જે સમય બચાવે છે.

આપણા મેમ્બર સોનલબેને કાંદા/ડુંગળી ઉમેરીને લોટારૂની રેસિપી મૂકી હતી. એ જોઈ મને પણ આ વિસરાતી વાનગી બનાવવાની પ્રેરણા મળી. આભાર આપનો.

આજે આપણે લોટમાં જોઈતી સામગ્રી ઉમેરી મસાલો નાખી કૂકરમાં કે વરાળથી બાફીને પછી વઘારીને મુઠીયા બનાવીએ છીએ. આ વાનગી હું મારા દાદીમાં પાસે શીખી છું અને આજે મેં મારા બાળકો માટે બનાવી છે.

દૂધી ખમણી અલગ અલગ લોટ અને મસાલા ઉમેરી ધીમા તાપે બનતી આ વાનગીને બનતા સમય લાગે છે પણ ખાવામાં ખૂબ સરસ લાગે છે. તો એકવાર ટ્રાય કરી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  1. 250 ગ્રામખમણેલી દૂધી
  2. 1/2ઘં‌ઉનો જાડો લોટ
  3. 1/2ધંઉનો ઝીણો લોટ
  4. 2 ચમચીચોખાનો લોટ
  5. 3 ચમચીબાજરીનો લોટ
  6. 2 ચમચીરાગી/નાગલીનો લોટ
  7. 1+1/2 ચમચી લસણની પેસ્ટ
  8. 1 ચમચીઆદુની પેસ્ટ
  9. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  10. 2 ચમચીદહીં
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. 5 ચમચીતેલ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. 1 ચમચીરાઈ
  17. 1 ચમચીજીરૂ
  18. ચપટીહિંગ
  19. 8 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ દુધીની છાલ ઉતારી ચપ્પુ વડે કાપા કરી ખમણી લો. છીણવુ નહિ. હવે એક બાઉલમાં લોટ,ખમણેલી દૂધી અને મસાલા ઉમેરી બરાબર મિકસ કરી લો. પાણી બિલકુલ ઉમેરવું નહિ.

  2. 2

    લોટને 10 થી વ15 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો. હવે જાડા તળિયા વાળા વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હીંગ ઉમેરો અને લોટ ઉમેરી ઢાંકીને ધીમા તાપે રાખો. હલાવવું નહિ.

  3. 3

    5 થી 7 મિનિટ બાદ બરાબર હલાવી મિક્સ કરી લો.

  4. 4

    આ રીતે દર 5 થી 7 મિનિટે હલાવી 40 થી 45 મિનિટ સુધી થવા દો. આ ભૂકો ગરમ અને ઠંડો બંને રીતે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes