બાજરીનો ખાટો લોટ (Bajari no khato lot recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

બાજરીનો ખાટો લોટ એ ખૂબ જ સાદો સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. આ એક ઝટપટ બનતી અને હેલ્ધી રેસિપી છે. આપણે એને પસંદગી મુજબ ઢીલો અથવા પાપડી ના લોટ જેવો રાખી શકીએ.

#સુપરશેફ2
#પોસ્ટ6

બાજરીનો ખાટો લોટ (Bajari no khato lot recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

બાજરીનો ખાટો લોટ એ ખૂબ જ સાદો સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. આ એક ઝટપટ બનતી અને હેલ્ધી રેસિપી છે. આપણે એને પસંદગી મુજબ ઢીલો અથવા પાપડી ના લોટ જેવો રાખી શકીએ.

#સુપરશેફ2
#પોસ્ટ6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1.5 કપબાજરીનો લોટ
  2. 3 ટેબલ સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનરાઈ
  4. 1/2ટી સ્પુન જીરું
  5. 1/4 ટી સ્પૂનહિંગ
  6. 8-10કરી પત્તા
  7. 1નાનો કાંદો
  8. 1 ટીસ્પૂનલસણ ની પેસ્ટ
  9. 1 ટીસ્પૂનઆદુની પેસ્ટ
  10. 1 ટી સ્પૂનલીલાં મરચાંની પેસ્ટ
  11. 1/2ટી સ્પુન હળદર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. 1 ટેબલસ્પૂનલીલા ધાણા
  14. 2.5 કપપાણી
  15. 4 ટેબલ સ્પૂનખાટું દહીં

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ નાખવી. રાઈ ફૂટે એટલે તેમાં જીરું અને હિંગ ઉમેરી કરી પત્તા ઉમેરવા. હવે એમાં કાંદા નાખીને બધું બરાબર હલાવી લેવું. આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી. બે મિનીટ સુધી સાંતળવું.

  2. 2

    હવે હળદર, મીઠું અને લીલા ધાણા ઉમેરીને હલાવી લેવું. એમાં પાણી ઉમેરી એને બે મિનીટ ગરમ થવા દેવું.

  3. 3

    ફેંટેલુ દહીં ઉમેરી ઝડપથી હલાવી એમાં બાજરીનો લોટ ઉમેરી દેવો. વ્હિસ્ક ની મદદથી હલાવવામાં આવે તો એમાં ગઠ્ઠા પડી જતા નથી.

  4. 4

    હવે આ ખાટા લોટને ઢાંકી ને ધીમા તાપે ચઢવા દેવો. એને વારંવાર હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ના જાય. દસેક મિનિટમાં આ લોટ તૈયાર થઇ જાય છે.

  5. 5

    સીંગતેલ રેડીને લોટને ગરમાગરમ પીરસવો. આ લોટને અથાણાના મસાલા સાથે અથવા તો ચટણી સાથે પણ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
spicequeen
spicequeen @mrunalthakkar
પર
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

Similar Recipes