લહસુની પાલક દાલ (Lahsooni Palak Dal Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

પાલક શરીરના દરેક કામમાં મદદગાર બને છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે.

ચણાની દાળ તમારા શરીરમાં આર્યનની ઉણપ પૂરી કરે છે. આ સાથે હિમોગ્લોબિનનું સ્તર પણ વધારવામાં મદદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. 1 કપચણાની દાળ (૩ કલાક સુધી પલાળી રાખો)
  2. 1/2 કપછોડવાળી મગની દાળ
  3. 1 કપપાલકની પેસ્ટ
  4. 1 કપસમારેલી પાલક
  5. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  6. 1/2 ચમચીલસણની પેસ્ટ
  7. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરૂ
  10. 1/4 ચમચીગરમ મસાલો
  11. સ્વાદાનુસાર મીઠું
  12. તડકા માટે
  13. 4-5 ચમચીતેલ
  14. 1 ચમચીઘી
  15. 1 ચમચીજીરૂ
  16. 1 ચમચીસમારેલી પાલક
  17. 2 ચમચીસમારેલું લસણ
  18. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  19. ચપટીહિંગ
  20. 1સૂકું મરચું
  21. 2 ચમચીસમારેલું લીલું લસણ
  22. 1 ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળ અને મગની છોડાવાળી દાળ અલગ અલગ પલાળો. કૂકરમાં ચપટી મીઠું અને હળદર ઉમેરીને ૩ થી 4 સીટી વગાડી બાફી લો. કૂકર ઠંડુ થાય એટલે દાળ બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે બધા મસાલા, સમારેલી પાલક અને પાલક પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી 10 થી 12 મિનિટ સુધી થવા દો.

  3. 3

    હવે તડકા માટે તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં, સમારેલું લસણ, તમાલપત્ર, સૂકું મરચું, હિંગ અને કાશ્મીરી મરચું પાઉડર ઉમેરીને 2 મિનિટ ધીમા તાપે થવા દો. હવે 2 ચમચી પાણી ઉમેરી દો.

  4. 4

    હવે તડકા ને તૈયાર દાળમાં ઉમેરો બરાબર મિક્સ કરો. સમારેલી કોથમીર અને લીલું લસણ ઉમેરો. લીંબુનો રસ ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર, સમારેલી પાલક, અને ઘી ઉમેરી મરચું પાઉડર છાંટી લો.

  5. 5

    તૈયાર લહસુની પાલક દાલને મિક્સ રોટલા, ગાજરનું અથાણું અને મોહનથાળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes