આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.

જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.
મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
3 થી 4 વ્યક્તિ
  1. 2 વાટકીઘંઉનો લોટ
  2. 2બાફેલા બટાકાનો માવો
  3. 1/2 વાટકીકસૂરી મેથી
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 1લીલાં મરચાંની પેસ્ટ
  6. 1/2કાપેલા લીલાં મરચાં
  7. 1 ચમચીલાલ મરચું પાવડર
  8. 1 ચમચીહળદર
  9. 1/2 ચમચીક્રશડ અજમો
  10. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  11. 2 ચમચીસમારેલી કોથમીર
  12. 2 ચમચીસમારેલા ફુદીનાના પાન (નાખવા હોય તો)
  13. 2 ચમચીઘી
  14. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી પરાઠા માટે લોટ બાંધી લો અને તેને 5 થી 7 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે લોટ માંથી ગોળા વાળી પરાઠા વણી તેલમાં શેકી લો.

  3. 3

    તૈયાર થયેલ પરાઠા દહીં અથવા અથાણું સાથે સર્વ કરો.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes