દાળ પૌંઆ નો ચેવડો (Dal Poha Chevado Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore
શેર કરો

ઘટકો

20 મિનિટ
250 ગા્મ
  1. 1મોટું બાઉલ જાડા પૌંઆ
  2. 1 વાટકો 2-3 કલાક પલાળેલી દાળ
  3. 1 વાટકીમગફળી ના દાણા
  4. 1 ટે સ્પૂનદળેલી ખાંડ
  5. 3-4ડાળી મીઠા લીમડાના પાન
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ટી સ્પૂનજરુર મુજબ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ખાસ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પૌંઆ ને થોડા થોડા કરી (પૌંઆ તળવા ના જારામા) તળી લો. વચ્ચે વચ્ચે તળેલા પૌંઆ માં જરા જરા મીઠું,હળદર નાંખી મિક્સ કરતા જવું.

  2. 2

    બધા પૌંઆ તળાઈ જાય એટલે પલાળેલી (દાળને તળતા પહેલા કપડાંમાં કોરી કરી લેવી) દાળ થોડી થોડી કરીને તળી લેવી. ત્યાર બાદ શીંગદાણા તળી લઈ લીમડાના પાન તળી લો.

  3. 3

    હવે તળેલી દાળ અને શીંગદાણા પર જરુર મુજબ હળદર, મીઠું મિક્સ કરી પૌંઆ મા નાખી હવે પૌંઆ મા જરુર મુજબ મીઠું,હળદર,દળેલી ખાંડ નાંખી લીમડાના પાન નાંખી સારી રીતે મિક્સ કરી લો.તૈયાર છે દાળ-પૌંઆ નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes