જૈન દાલ પકવાન (Jain Dal Pakwan Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#PR
આ દાલ પકવાન પર્યુષણ પર્વ અને તિથિ ( આઠમ અને ચૌદશ) પ્રમાણે ની રેસીપી છે.

જૈન દાલ પકવાન (Jain Dal Pakwan Recipe In Gujarati)

#PR
આ દાલ પકવાન પર્યુષણ પર્વ અને તિથિ ( આઠમ અને ચૌદશ) પ્રમાણે ની રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
4 persons
  1. દાલ માટે:-
  2. 1 કપચણા ની દાળ
  3. 1/4 કપમોગર દાળ (મગ ની પીળી દાળ)
  4. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1/2 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  9. 3 ટેબલ સ્પૂનતેલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પકવાન માટે:-
  12. 1& 1/2 કપ ઘઉંનો લોટ (રોટલી નો)
  13. 1/4 ટી સ્પૂનઅજમો
  14. 1/2 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  15. 3 ટેબલ સ્પૂનતેલ
  16. તળવા માટે તેલ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. તીખી ચટણી માટે:-
  19. 7-8સૂકા કાશ્મીરી લાલ મરચાં
  20. 1 ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  21. 1 ટેબલ સ્પૂનઆમચૂર પાઉડર
  22. 1/4 ટી સ્પૂનસૂંઠ પાઉડર
  23. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળ અને મગની પીળી દાળ ને બે થી ત્રણ વાર ધોઈ લેવી. અને બેથી ત્રણ કલાક માટે પાણીમાં પલાળી રાખવી. બેથી ત્રણ કલાક પછી પલાળેલું પાણી કાઢી બે થી ત્રણ વાર દાળને પાછી ધોઈ લેવી.

  2. 2

    મગની દાળને કુકરમાં પાણી અને હળદર નાખી ચાર સીટી વગાડી બાફી લેવી. કુકર ઠરે પછી ઢાંકણ ખોલી ચમચીથી હલાવીને એકરસ કરી લેવી.

  3. 3

    હવે એક બાઉલમાં લાલ મરચું પાઉડર, હળદર,ધાણાજીરું પાઉડર અને ગરમ મસાલો લઈ તેમાં ૧ ટેબલસ્પૂન તેલ અને ગરમ પાણી નાંખી પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    હવે એક કૂકરમાં 2 ટેબલસ્પૂન તેલ તેમાં જીરુ ઉમેરી પછી તેમાં મસાલાવાળી પેસ્ટ નાખી સાંતળો. પછી તેમાં ચણાની દાળ અને ગરમ પાણી ઉમેરવું. પછી તેમાં બાફેલી મગની મોગર દાળ ઉમેરવી. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બે સીટી વગાડી દાળને બાફી લેવી.

  5. 5

    કુકર ઠરી જાય પછી ઢાંકણ ખોલી તેમાં આમચૂર પાઉડર ઉમેરી એકથી બે મિનિટ માટે ગેસ ઉપર રાખી બરોબર મિક્સ કરી લેવું અને પછી ગેસ બંધ કરી લેવો.(પીરસતી વખતે દાળ ઘટ્ટ થઈ જાય તો તેમા ગરમ પાણી ઉમેરી એક મિનિટ માટે ગરમ કરી પછી પીરસવી)

  6. 6

    હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ તેમાં અજમો,મીઠું,શેકેલા જીરાનો પાઉડર અને તેલ ઉમેરી પરોઠા થી કઠણ લોટ બાંધી લેવો. પછી તેને દસ મિનિટ માટે રેસ્ટ આપો.

  7. 7

    દસ મિનિટ પછી લોટ ને કુણવી લેવો. અને નાના લુઆ કરી રોટલી થી થોડા જાડા પકવાન વણી લેવા. તેની ઉપર કાંટા ચમચીથી કાણા પાડી લેવા. અને ગરમ તેલમાં મીડીયમ આંચ પર પકવાન ને તળી લેવા.

  8. 8

    હવે એક સર્વિંગ પ્લેટમાં પકવાન મુકવા અને તેના મોટા પીસમાં તોડી લેવા તેની ઉપર દાળ ઉમેરવી.પછી સેવ અને તીખી ચટણી ઉમેરી સર્વ કરવી.

  9. 9

    ચટણી માટે સૂકા કાશ્મીરી લાલ મરચાને હૂંફાળા પાણીમાં 30 મિનિટ માટે બીયા કાઢી ને પલાળી રાખો. પછી તેને મિક્સરમાં શેકેલા જીરાનો પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર,મીઠું અને મરચા પલાળેલું પાણી નાખી ચટણી બનાવી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes